બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનારા 12ને ભાજપે કર્યા સસ્પેન્ડ

November 22, 2022

પક્ષના વિરોધમાં જઈને અપક્ષ ઉમેદવારી કરનારા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. કુલ 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં બે દિગ્ગજ નેતાઓ મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. તો ઉમેદવારી માટે જેના સમર્થકોએ કમલમના દરવાજે પહોંચીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કમલમને ઘેરી લીધુ હતુ તે ધવલસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા છે. આ એ જ ધવલસિંહ ઝાલા છે, જેમનુ બાયડ બેઠક પરથી પત્તુ કપાયુ હતું. બે દિવસ પહેલા જ ભાજપે અપક્ષ દાવેદારી કરનારા 7 નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે હવે 12 નેતાઓનું બીજુ લિસ્ટ જાહેર કર્યું છે.

વડોદરા - દિનુભાઈ પટેલ, મધુભાઈ શ્રીવાસ્તવ, કુલદીપસિંહ રાઉલ
પંચમહાલ (શહેરા) - ખતુભાઈ પગી
મહીસાગર (લુણાવાડા) - જેપી પટેલ, એમએસ ખાંટ
આણંદ (ખંભાત) - અમરશીભાઈ ઝાલા
આણંદ (ઉમરેઠ) - રમેશભાઈ ઝાલા
અરવલ્લી (બાયડ) - ધવલસિંહ ઝાલા
મહેસાણા (ખેરાલુ) - રામસિંહ ઠાકોર
મહેસાણા (ધાનેરા) - માવજીભાઈ દેસાઈ
બનાસકાંઠા (ડીસા) - લેબજી ઠાકોર