હરિયાણામાં સરકાર બચાવવામાં લાગી BJP! શાહ બાદ PM મોદી સાથે ચૌટાલાની મુલાકાત

January 13, 2021

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ના કૃષિ કાયદાઓ ના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ની વચ્ચે હરિયાણાના ઉપ-મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સાથે બુધવારના મુલાકાત કરશે, જેમાં પ્રદર્શન સંબંધી મામલાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. મંગળવારના ચૌટાલા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ચૌટાલા હરિયાણામાં બીજેપી સરકારમાં ગઠબંધન ભાગીદાર જનનાયક જનતા પાર્ટીના ના નેતા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે જેજેપીના કેટલાક ધારાસભ્યો પ્રદર્શનકારી ખેડૂતોના દબાવમાં છે. જેજેપીએ એક નિવેદનમાં કહ્યું છે કે ચૌટાલા બુધવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મંગળવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ચૌટાલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ખટ્ટર અને ચૌટાલાએ કહ્યું હતું કે ભાજપ-જેજેપી ગઠબંધન સરકારને કોઈ ખતરો નથી અને આ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે.

તેમણે કહ્યું હતું કે તેમણે રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. મંગળવારે મુલાકાત બાદ અમિત શાહે કહ્યું કે રાજ્યની રાજકીય સ્થિતિ સારી છે. વિરોધ પક્ષ અને મીડિયાની અટકળો પાયાવિહોણી છે. ખટ્ટરે કહ્યું કે અમારી સરકાર (ભાજપ-જેજેપી ગઠબંધન) મજબૂતાઈથી ચાલી રહી છે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂર્ણ કરશે. અગાઉ જેજેપી ધારાસભ્યોના એક જૂથે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પાછા નહીં લે તો રાજ્યની ગઠબંધન સરકારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.