કર્ણાટકમાં ફરી નાટક, યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 ધારાસભ્યોની બગાવત

February 18, 2020

બેંગાલુરૂ  : કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે.આ ધારાસભ્યો 

યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી.