સુરતના સરસાણા ખાતે ભાજપની 'વૈભવી' કારોબારી મીટીંગ
July 09, 2022

સુરત : ભારતીય જનતા પાર્ટીની આજે સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે કારોબારીનું આયોજન હતું. જો કે આ કારોબારી હાલ પોતાની કાર્યપદ્ધતીના બદલે ત્યાં રહેલી સગવડના કારણે ચર્ચામાં આવી છે. કારોબારીમાં કુલ 1000 કરતા પણ વધારે હોદ્દેદારો હાજર રહ્યા હતા. પ્રદેશ કારોબારીનું ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. જો કે તેમાં રહેલી સગવડ કોઇ નાની મોટી કંપનીની AGM ને પણ ઝાંખી પાડે તેવી વ્યવસ્થા થઇ હતી. એસી હોલમાં હોદ્દેદારો માટે અલગથી ટેબલ રખાયા હતા. તમામ હોદ્દેદારોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી બારીકમાં બારીક જરૂરિયાતોને ધ્યાને રાખીને આનુષાંગીક તૈયારી કરવામાં આવી હતી.
પ્રદેશ કારોબારીમાં 1000 જેટલા ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. દરેક ટેબલ પર સુકામેવાના પેકેટ્સ મુકવામાં આવ્યા હતા. એક ટેબલથી 500 ગ્રામ જેટલું વિવિધ ડ્રાયફુટ મુકવામાં આવ્યં હતું. આ ઉપરાંત જ્યુસથી માંડીને સોડા સહિતની અનેક કોર્પોરેટ્સ કંપનીમાં હોય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પ્રકારની વ્યવસ્થા ભાજપની કોઇ બેઠકમાં પણ પહેલીવાર કરવામાં આવી હતી. દરેક ટેબલ પર સોફ્ટ ડ્રિંક્સની અલગ અલગ ફ્લેવરથી ત્રણથી ચાર બોટલ પણ મુકવામાં આવી હતી.
કારોબારીમાં હાજર હોદ્દેદારો પણ ટેબલ પર રહેલા ડ્રાઇફ્રુટ જોઇને રમુજ ફેલાઇ હતી. સામાન્ય રીતે કોઇ હાઇફાઇ બારમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હોય છે તેથી કેટલાક કાર્યકર્તાઓ બીજી વ્યવસ્થા ક્યાં છે તેમ કહીને રમુજ કરતા જોવા મળ્યા હતા. તો કેટલાક કાર્યકર્તાઓ બદામ ખાવાથી બુદ્ધી આવે અને કાજુ ખાવાથી દોડા દોડી કરવાની શક્તિ મળે છે તેવુ કહીને રમુજ કરતા કહ્યું કે ટુંક જ સમયમાં હવે દોડાદોડી અને મગજમારીનું કામ આવશે માટે આ કાજુ-બદામ ખવડાવવામાં આવી રહી છે તેમ કહીને પણ રમુજ કરવામાં આવી હતી.
Related Articles
કિરણ પટેલ પોલીસ સામે નામ જાહેર કરશે તેવા ડરથી અનેક લોકો દોડતા થઈ ગયા
કિરણ પટેલ પોલીસ સામે નામ જાહેર કરશે તેવા...
Mar 25, 2023
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું...
Mar 25, 2023
ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત
ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ...
Mar 25, 2023
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર...
Mar 25, 2023
રાહુલ ગાંધીના આરોપો પર BJP નો પલટવાર, અત્યાર સુધી 32 સાંસદો ગેરલાયક ઠર્યાં તો શું તમારા માટે અલગ કાયદો બનશે?
રાહુલ ગાંધીના આરોપો પર BJP નો પલટવાર, અત...
Mar 25, 2023
રાહુલ ગાંધીએ કહ્યું- ભારતમાં લોકશાહી પર હુમલો:હું સંસદની અંદર હોઉં કે ન હોઉં, દેશ માટે લડતો રહીશ; જેલમાં જવાથી પણ ડરતો નથી
રાહુલ ગાંધીએ કહ્યું- ભારતમાં લોકશાહી પર...
Mar 25, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023