અનાજનો કાળો કારોબાર : ત્રણ વર્ષમાં 1.55 કરોડનો જથ્થો રાજ્યસાત કરાયો

June 20, 2022

ગુજરાતમાં સરકારી અનાજની દુકાનોમાંથી બારોબાર અનાજ વગે થાય છે, છેલ્લા ત્રણ વર્ષમાં અનાજ અને કેરોસીનનો 1.55 કરોડથી વધુ કિંમતનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો છે જ્યારે કાળા બજારની પ્રવૃત્તિ અટકે તે માટે ખાતા રાહે પગલાં ભરીને દુકાનદારોને 9.57 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, વર્ષ 2019થી 2021 એમ ત્રણ વર્ષમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કાળા બજારની પ્રવૃત્તિમાં સામેલ 961 દુકાનોના પરવાના મોકૂફ કર્યા છે, એટલું જ નહિ પરંતુ 217ના પરવાના રદ્ કરાયા છે, 32 સામે કોર્ટ કેસ તેમજ પીબીએમ એટલે કે આવશ્યક ચીજવસ્તુના કાળા બજારના નિવારણ અને પુરવઠો જાળવી રાખવા સંદર્ભે માંડ બે દુકાનદાર અને અન્ય 20 સામે પીબીએમ હેઠળ પગલાં ભરાયા છે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સૂત્રો કહે છે કે, અનાજ અને કેરોસીનમાં કાળા બજાર સંદર્ભે કુલ 13,697 ગેરરીતિ વાળી તપાસ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાંથી માંડ 2.40 લાખની કિંમતનો જથ્થો રાજ્યસાત કરી શકાયો છે, સૌથી વધુ ભાવનગર 46.05 લાખ, અમરેલી જિલ્લામાંથી 15.02 લાખ, આણંદમાં 4.66 લાખ, બનાસકાંઠામાં 10.96 લાખ, બોટાદમાં 7.42 લાખ, જામનગર 4.96 લાખ, ખેડા 6.94 લાખ, મહેસાણા 13.32 લાખ, પાટણ 6.51 લાખનો જથ્થો રાજ્યસાત કરાયો છે.