ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત

November 23, 2022

યરુશલમ  : ઇઝરાયલના યરુશલમમાં બે બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં એક ટીનેજરનું મૃત્યુ થયું છે. 19થી વધુ લોકો ઘાયલ થયાની માહીતી છે. હાલમાં બ્લાસ્ટ ​​​​​​નું કારણ સામે નથી આવ્યું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મામલાની તપાસ થઇ રહી છે

એક પોલીસ અધિકારીએ કહ્યું- પહેલો બ્લાસ્ટ​​​​​​​ગિવટ શોલ બસ સ્ટોપમાં સવારે 7 વાગ્યાની આસપાસ થયો. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. 11 લોકો ઘાયલ થયા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અનુસાર ઘટના સ્થળે એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. બીજો ધમાકો 30 મિનિટ પછી રિમોટ જંક્શનની પાસે આશરો 7.30 વાગે થયો. બંને બ્લાસ્ટ​​​​​​​ 5 કિલોમીટરના અંતરમાં થયા હતા. 

પોલીસનું કહેવું છે કે આ એક આતંકી હુમલો હોઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે આ હુમલો ફિલિસ્તાની હુમલો છે. જોકે હજુ સુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ઇઝરાયલ પોલીસ કમિશનર કોબી શબતાઇના કહેવા મુજબ બે લોકોએ હુમલો કર્યો છે.

2016માં હમાસ આતંકી સમૂહ પર યરુશલમમાં એક બસ પર બોમ્બમારો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ હુમલામાં 21 લોકો ઘાયલ થયા હતા. 2011માં યરુશલમ ઇન્ટનેશનલ કન્વેન્શન સેન્ટરની બહાર બસ સ્ટોપ પર એક બેગમાં રાખેલો બોમ્બ ફૂટ્યો હતો. આ હુમલામાં 2 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઘણા ઘાયલ થયા હતા.