Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવના ભાઈની મળી લાશ, ગોળી મારી આપઘાત કર્યો હોવાની આશંકા

January 18, 2021

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના ભાઈ અંકુર અગ્રવાલની ડેડબોડી મળી આવી છે. અંકુરનો મૃતદેહ લખની વિસ્તારમાં મળી આવ્યો છે. લાશ પાસેથી લાઇસન્સવાળી પિસ્તોલ પણ મળી આવી છે. સ્થાનિક પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. ઘટના સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તારના પીલખાણી ઔદ્યોગિક વિસ્તારની છે. આસપાસમાં આત્મહત્યાની ઘટના અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. જો કે પોલીસે હજી સુધી આવી કોઈ પણ વાતની પુષ્ટિ કરી નથી. સહારનપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


એસએસપી સહારનપુરએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ડેડબોડીનું પંચનામા કરાઈ રહ્યું છે. ઘટના સ્થળે ક્રાઇમ અને ફોરેન્સિક ટીમો બોલાવવામાં આવી છે. ઘટના જિલ્લા મથક હેઠળ આવેલા પીલખાણી ઔદ્યોગિક વિસ્તારની છે. અંકુર અગ્રવાલ ઉદ્યોગપતિ હતા. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહી છે. અંકુરના પિતા કેજી અગ્રવાલ પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અંકુર સહારનપુર-અંબાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેક્ટરી ધરાવે છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રથમ નજરમાં આ કેસ આપઘાતનો લાગે છે. જો કે જ્યાં સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી કંઇ પણ કહેવું અશક્ય છે. અંકુર અગ્રવાલના મોટા ભાઈ લવ અગ્રવાલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે. તે ડિજિટલ ઇન્ડિયા અભિયાનના સર્વેસર્વા પણ છે. ગયા વર્ષે તેમને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ પણ મળ્યો છે.


પરિવાર પણ આ ઘટના અંગે કંઇપણ બોલવાની સ્થિતિમાં નથી. ઘટના બાદથી સ્થળ પર લોકો અને પોલીસ એકત્રીત થઈ ગઈ છે. આ ઘટના બાદથી એસએસપી સહારનપુરએ અંકુર અગ્રવાલના ઘરે પણ કડક સુરક્ષા વ્યવસ્થાના આદેશ આપ્યા છે.