અમદાવાદમાં બુટલેગરો બન્યા બેફામ

November 22, 2022

અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે. જેમાં નારોલમાં બુટલેગર અમરીશ મિશ્રાએ હંગામો મચાવ્યો છે. તેમાં બુટલેગરે દારૂ પિધેલી હાલતમાં હંગામો મચાવ્યો છે. તથા પુષ્પક બંગ્લોઝમાં રહીશોની ગાડીઓમાં તોડફોડ કરી છે. તેમજ ગાડી પાર્ક કરતી વખતે હોર્ન વગાડતા મામલો બીચક્યો હતો.

ઉલ્લેખનીય છે કે બુટલેગરના હંગામાનો વીડિયો સામે આવ્યો છે. જેથી નારોલ પોલીસે અમરીશ મિશ્રાની ધરપકડ કરી છે. નારોલ વિસ્તારના કુખ્યાત બુટલેગર અમરીશ મિશ્રાએ દારૂ પીધેલી હાલતમાં સોસાયટીમાં તરખાટ મચાવ્યો હતો. જેમાં પુષ્પક બંગ્લોઝમાં રહેતા અમરીશ મિશ્રા નામના વ્યક્તિએ આસપાસના રહીશોને ગાળો ભાંડી ગાડીમાં તોડફોડ કરી હતી. તેમાં ગાડી પાર્ક કરતી વખતે હોર્ન વગાડતા મામલો બીચકાતા ધાંધલ ધમાલ કરી હતી.

અમરીશ મિશ્રા વિરુદ્ધ નારોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તથા અમરીશ મિશ્રાના ઘરે અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂની નિલ રેઇડ કરવામાં આવી ચુકી છે. કુખ્યાત આરોપી અમરીશ મિશ્રા દારૂનો ધંધો કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.