BPCLના વિનિવેશની પ્રક્રિયા શરૂ, નિયામક મંડળે મંજૂરી આપતા કંપનીના શેરમાં મોટો ઉછાળો

March 02, 2021

કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)ના વિનિવેશની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સોમવારે આ વિશે જાણકારી આપી હતી. જણાવી દઇએ કે, કંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડમાં પોતાની 61.65 ટકા ભાગીદારી 9875 કરોડ રૂપિયામાં વેચવાને મંજૂરી આપી દીધી છે. આ ખબર બાદ શેર બજારમાં કંપનીના શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે.

BSEનો શેર 4.2 ટકાના ઉછાળા સાથે 474.50 રૂપિયા પર ખુલ્યો હતો. જેના પછી 482.40 રૂપિયાના 52 સપ્તાહના હાઇ પર પહોંચી ગયો હતો, પરંતુ સ્ટોક્સની રફ્તાર બાદમાં ધીમી પડી ગઇ હતી. કંપનીના શેર આજે 3.24 ટકાની તેજી સાથે 470 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ થયો.

BPCLને આ પોતાનો આ હિસ્સો વેચવાથી 9,875.96 કરોડ રૂપિયા હાંસલ થશે. ભારત પેટ્રોલિયમના નિયામક મંડળે પણ 1 માર્ચ 2021ના ​​રોજ મળેલી બેઠકમાં આ સોદાને મંજૂરી આપી હતી.
સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ એક એક્સચેંજ ફાઇલિંગમાં જણાવ્યું હતું કેસ BPCLના ખાનગીકરણ હેઠળ નુમાલીગઢ રિફાઇનરીમાં 49 ટકા હિસ્સો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (IOL) અને એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ (Engineers India Ltd)ના કન્સોર્ટિયમ દ્વારા હસ્તગત કરવામાં આવશે. જ્યારે 13.65 ટકા આસામ સરકારને વેચવામાં આવશે.
સરકારના રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (દીપમ)ના સચિવ તુહિન કાંત પાંડેએ ટ્વીટ કરીને નુમાલીગઢ રિફાઇનરીમાં ભારત પેટ્રોલિયમનો સંપૂર્ણ હિસ્સો વેચવાની માહિતી આપી છે.