બ્રિટનના શાહી કપલનો વિવાદ:પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન અચાનક લંડન છોડવા જઈ રહ્યાં છે

June 12, 2022

લંડન : બ્રિટનના શાહી પરિવારના સભ્ય અને કેમ્બ્રિજના શાસક પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના એક નિર્ણયે બ્રિટનમાં મોટો વિવાદ સર્જયો છે. બંનેએ હવે નિર્ણય કર્યો છે કે તે તેમના બાળકોની સાથે લંડન સ્થિત પોતાના નિવાસમાં રહેશે નહિ.


હાલ એવા સમાચાર વહેતા થયા છે કે કપલ બર્કશાયરના મહેલમાં રહેવા જઈ રહ્યું છે. તેમના આ નિર્ણયથી બ્રિટનમાં લોકો ખૂબ જ નારાજ છે અને કહી રહ્યાં છે કે લોકોના ટેક્સના પૈસાને આ રીતે બરબાદ કરવામાં આવી રહ્યાં છે. બ્રિટનના મીડિયામાં પણ આ ચર્ચા છે. ડેલી મેલના એક રિપોર્ટ મુજબ, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન તેમના મુખ્યાલય કેંસિંગ્ટન પેલેસને છોડીને હવે ક્વીન્સ વિંડસર એસ્ટેટ સ્થિત મહેલમાં રહેશે. બંને વર્ષ 2017થી જ કેંસિંગ્ટન પેલેસમાં રહી રહ્યાં હતા.