બ્રિટિશ PM બોરિસના પિતા સ્ટેનલી પર બે મહિલાઓ સાથે છેડતીનો આરોપ, તેમાંથી એક સાંસદ

November 17, 2021

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનના પિતા સ્ટેનલી જોનસન પર બે મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી એક કંઝર્વેટિવ સાંસદ છે. બીજી મહિલા પત્રકાર છે. બંને ઘટનાઓ ઘણી જૂની છે પરંતુ હવે સામે આવી છે. સ્ટેનલી પહેલા પણ ચર્ચામાં રહ્યા છે. તેઓ પોતે પોલિટિશિયન છે અને વર્લ્ડ બેન્કથી પણ જોડાયેલ છે.

કેરોલિન નોક્સ કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ છે અને હાલ, બ્રિટિશ સંસદની મહિલા સાથે જોડાયેલી એક કમિટીના સભ્ય છે. નોક્સે સ્કાય ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં બ્રિટિશ પ્રધાનમંત્રીના પિતા પર છેડછાડના ગંભીર આરોપ લગાવ્યાં. નોક્સનો આરોપ છે કે સ્ટેનલીએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યુ. બાદમાં એક પત્રકારે પણ આ જ પ્રમાણેનો આરોપ લગાવ્યો.

નોક્સે કહ્યું કે મારા હિસાબે સ્ટેનલી એક પ્રસિદ્ધ વ્યક્તિ છે. જે સમયની આ ઘટના છે, તે સમયે સ્ટેનલી ડેવોન ક્ષેત્રથી કંઝર્વેટિવ કેન્ડિડેટ હતાં. તેમણે મને ખોટી રીતે સ્પર્શ કર્યો અને આવી વર્તણૂક કરીને તેઓ ત્યાથી જતા રહ્યા. તેમણે અશ્લીલ કમેન્ટ પણ કરી હતી.

નોક્સ પ્રમાણે- ઘટના પાર્ટીની વાર્ષિક બેઠક દરમિયાન 2003માં બની. તે સમયે અમે બંને સાંસદની ચૂંટણી લડવા જઈ રહ્યા હતાં. તે સમયે મારી ઉંમર આશરે 30 વર્ષ હતી અને હું મારા માટે શું સારુ અને શું ખરાબ તે સારી રીતે સમજી શકતી હતી.