બજેટ ર૦ર૧ : સરકારે ૧૦૧.૪ બિલીયન યુએસ ડોલરના નવા ખર્ચની જાહેરાત કરી

April 26, 2021

  • ૩૦ બિલીયન યુએસ ડોલર નેશનલ ચાઈલ્ડ કેર પ્લાન માટે ફાળળાયા
  • જીડીપીના ૪.ર ટકા જેટલો ખર્ચ અર્થતંત્રને વેગ આપવા માટે ૩ વર્ષ સુધી કરાશે

ઓટાવા : કેનેડાની ફેડરલ સરકારે વર્ષ ર૦ર૧નું બજેટ રજુ કર્યું હતું. જેમાં અર્થતંત્રને વેગ આપવા નવા ૧૦૧.૪ બિલીયન યુએસ ડોલરની ફાળવણી કરી છે. ડેપ્યુટી પંાઈમ મિનીસ્ટર અને નાણાંમંત્રી ક્રિસ્ટીયા ફ્રીલેન્ડે સોમવારે મહામારી બાદનું ઐતિહાસિક બજેટ રજુ કરતા કહ્યુંું હતું કે, વધારાના ખર્ચની જોગવાઈમાં મહામારી બાદ વ્યાપાર અને જાહેર આરોગ્યને ટેકો મળે એ રીતે ૩૦ બિલીયન યુએસ ડોલર નેશનલ ચાઈલ્ડ કેર પ્લાન માટે ફાળવ્યા છે. જફારે ફેડરલ મિનીમમ વેજીસમાં વધારો કર્યોે છે, એ રીતે જ ગ્રીન ઈન્વેસ્ટમેન્ટસ માટે ૧૭.૬ બિલીયન યુએસ ડોલરની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટને એ રીકવરી પ્લાન ફોર જોબ્સ, ગ્રોથ એન્ડ રેસીલીયન્સ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. જે બધા કેનેડીયનોને સાથે રાખનારૂં હશે એમ જણાવવામાં આવ્યું હતું. સરકારે ફેડરલ ખાધને આ વર્ષ પુરતી ૩પ૪.ર બિલીયન યુએસ ડોલર જેટલી દર્શાવી હતી.

જે આ વર્ષે ઘટીને ૧પ ૪.૭ બિલીયન યુએસ ડોલર જેટલી અંદાજવામાં આવી છે. સરકારે અર્થતંત્રના સુધારાને મજબૂત ગણાવ્યો હતો. નાણાંમંત્રીએ કહ્યુંું હતું કે, કેનેડાના જીડીપીના ૪.ર ટકા જેટલો ખર્ચ અર્થતંત્રને વેગ આપવામાં થશે અને આવનારા ત્રણ વર્ષ સુધી આ ઉપક્રમ ચાલુ રખાશે.

 જેથી અર્થતંત્ર ફરીથી પહેલા જેવું મજબૂત બની શકશે. તેમણે આ બજેટને જવાબદાર, ચતુર અને રોજગારી અને વિકાસ માટે આશાભર્યું ગણાવ્યું હતું. જે કોવિડ -૧૯ મહામારીને કારણે પહોંચેલી આડઅસરને ઝડપથી દૂર કરી શકશે. લોકડાઉનને કારણે કેનેડીયન સમાજમાં રહી ગયેલી ત્રુટીઓ બહાર આવી છે. જેમાં મહિલાઓ, ઓછા પગારના કામદારો, યુવાનોને મોટી અસર થઈ હતી. જેને ભરપાઈ કરવાનો પ્રયાસ આ બજેટથી કરી શકાશે. બજેટ વિશે પ્રતિભાવ આપતા ઈન્સ્ટીટયૂટ ઓફ ફિસ્કલ સ્ટડીસ એન્ડ ડેમોક્રસીના પ્રમુખ અને પૂર્વ સાંસદ તથા બજેટ ઓફિસર કેવિન પાગેએ કહ્યુંું હતું કે, આ બજેટ ખરેખર મોટું બજેટ છે. જેમાં આવનારા છ વર્ષના ખર્ચનું આયોજન એ રીતે કરાયું છે. જેથી ખાધને ઘટાડી શકાય.

બજેટસત્રના પહેલા દિવસે બજેટ રજૂ કરતી વખતે નાણાંમંત્રી ફ્રિલેન્ડે કહ્યુંું હતું કે તકો આવી રહી છે, વિકાસ આવી રહ્યો છે અને રોજગારો આવી રહ્યા છે કેનેડીયનો ઝડપથી બેઠા થઈ જવા સજજ છે. આપણે ફરીથી પહેલા જેવા થઈ શકીશું.

- બજેટમાં મહત્વની જોગવાઈ શું શું છે

  • ર૦ર૧ના બજેટમાં કોવિડ -૧૯ને લગતા વ્યાપારીઓને સહાય માટે ૧ર બિલીયન યુએસ ડોલરની જોગવાઈ છે. એ ઉપરાંત ૩.૯ બિલીયન યુએસ ડોલરની ફાળવણી ઈઆઈના સુધારા માટે કરાઈ છે, એ રીતે જ ૩ બિલીયન યુએસ ડોલર પ્રાંતો અને વિસ્તારોમાં આવેલા લોંગ ટાઈમ કેર સેન્ટર્સની સુવિધાઓ વધારવા ફાળવાશે.
  • ર.ર બિલીયન યુએસ ડોલર આવનારા સાત વર્ષમાં કેનેડાના બાયોમેડીકલ અને લાઈફ સાયન્સના વિકાસ અને વેકસીનના વિકાસ માટે ફાળવાશે.
  • ૪ર૪ મિલીયન યુએસ ડોલરની ફાળવણી કેનેડાની સરહદોને સલામતીપૂર્વક ખુલ્લી મુકવા માટે કરાશે. જેમાં કવોરન્ટાઈન સુવિધાઓ વધારવામાં કરાશે.
  • ૧૦૦ મિલીયન યુએસ ડોલરની ફાળવણી કોવિડ-૧૯ને કારણે સર્જાતી મેન્ટલ હેલ્થ સુધારણા માટેના પ્રોજેકટસ માટે કરાશે. જેમાં ફ્રંટલાઈન વર્કર્સનો પણ સમાવેશ થશે.
  • ૪૧.૩ મિલીયન યુએસ ડોલરની ફાળવણી વર્ષ ર૦ર૧-રર થી આવનારા છ વર્ષ માટે સ્ટેસ્ટીકસ કેનેડાના ડેટા ઈન્ફ્રાસ્ટ્રકચરની સુધારણા માટે કરાશે.