ઇમરાનના ઘર પર બુલડોઝર ફર્યુ:પૂર્વ PM ઇસ્લામાબાદ કોર્ટ પહોંચ્યા, ઇમરાને કહ્યું- મારી ધરપકડ કરવાનું કાવતરું

March 18, 2023

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને ઇસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા છે. અહીં ભારે માત્રામાં પોલીસ બળ હાજર છે. આ પહેલાં તેના કાફલાની 3 ગાડીઓ કલ્લર કહાર પાસે એકબીજા સાથએ અથડાઇ હતી. તેઓ તોશાખાના મામલે સુનવણી માટે લાહોરથી ઇસ્લામાબાદ જઇ રહ્યા હતાં. નોંધનીય છે કે દુર્ઘટના ગાડીઓની વધુ સ્પીડના કારણે બની છે. આ જગ્યા રાજધાનીથી લગભગ 135 કિમી દૂર છે. દુર્ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.

બીજી બાજુ, ઇમરાનના રવાના થયા પછી પંજાબ પોલીસ લાહોરમાં તેમના ઘર જમાના પાર્ક પહોંચી અને ગેટ તોડીને ઘરની અંદર દાખલ થઈ ગઈ છે. આ દરમિયાન તેમની PTI કાર્યકર્તાઓ સાથે પણ અથડામણ થઈ. પોલીસે PTI વર્કર્સ ઉપર લાઠીચાર્જ કર્યો છે. ઇમરાને ટ્વિટ કરીને કહ્યું- પોલીસ હું રવાના થયો પછી મારા ઘરે પહોંચી છે. મારી પત્ની એકલી છે. આ કાર્યવાહી કયા કાયદા હેઠળ થઈ રહી છે. આ બધું જ નવાઝ શરીફના પ્લાનનો ભાગ છે.