બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : સુરત-નવસારી વચ્ચે ગર્ડરની કામગીરી પૂર્ણ, ટ્રેનમાં વાપી-વડોદરા વચ્ચે ટ્રેક નાખવા લાગી કરોડો રૂપિયાની બોલી

November 28, 2021

બુલેટ ટ્રેનના સુરત-નવસારી સેક્શન પર પિલર બનાવી રૂટ પર ગર્ડર લોન્ચ કરી દેવામાં આવી છે. હવે માર્ગ નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે. 508 કિમી રૂટ પર વાપી-સુરત -વડોદરા સુધી 234 કિમિ સુધીના ટી-2 પેકેજમાં ટ્રેક બિછાવવા ઈરકોન ઇન્ટરનૅશનલે 5142 કરોડની લોએસ્ટ બોલી લગાવી દાવેદારી મજબૂત કરી છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ હવે ઝડપભેર આગળ વધી રહ્યું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બુલેટ ટ્રેન પ્રોજેકટ પર ઝડપભેર કામ ચાલી રહ્યું હોવાનું વારંવાર કહી ચુક્યા છે. ટ્રેક બિછાવવાના ટેન્ડર જારી કર્યા પહેલા પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાપી-સુરત -વડોદરા રૂટ પર જમીની સ્તરે ઝડપભેર કામ આગળ ધપી રહ્યા છે.

સ્લેબ ટ્રેક પદ્ધતિ અપનાવાશે
વાપી-સુરત-વડોદરા સૌથી લાંબો રૂટ છે. જે રૂટ પર ટ્રેક બિછાવવા માટે બોલી લગાવવામાં આવી છે. અહીં સ્લેબ ટ્રેક મેથડથી ટ્રેક બીછાવવાનું કામ કરવામાં આવશે.

કઈ કંપનીની કેટલી બોલી ?
કંપની    બોલી ( કરોડમાં)
ઈરકોન ઇન્ટરનેશનલ    5142
એલ.એન્ડ.ટી    6040
એફકોન્સ ટેક્સમૈકો    7285
NCC રાહી જેવી    ડિસક્વોલિફાય