પ્રવાસન ક્ષેત્ર માટે 100 મિલિયન ડોલરનું ભંડોળ આપવાના નિર્ણયને ઉદ્યોગપતિઓએ આવકાર્યો

October 02, 2021

  • પ્રોગ્રામ માટે 13મી ઓક્ટોબરથી અરજીઓ સ્વીકારવામાં આવશે, પ્રવાસન ઉદ્યોગને વર્ષ 2020-21 દરમિયાન 50 ટકા ખોટ ગઈ, 
  • હજી પણ ભાડાં અને ઈલેક્ટ્રીસીટી તથા ગેસ ખર્ચને પહોંચી શકાતો ન હોવાની ઉદ્યોગપતિઓની કેફિયત
ઓન્ટેરિયોઃ ટોરોન્ટોમાં બે સક્રિય સંગીત શાળાઓએ આ સમાચારોને આવકાર આપતા કહ્યું હતું કે, ઓન્ટેરિયોની સરકારે કોવિડ 19 રોગચાળાનો ભોગ બનનાર પ્રવાસન ઉદ્યોગને રાહત આપવા માટે 100 મિલિયન ડોલરનું ભંડોળ જાહેર કર્યું છે. તે આ ઉદ્યોગને મોટી રાહત પુરી પાડશે. કોહેને જણાવ્યું હતું કે, જે જાહેરાત કરવામાં આવી છે તે ખરેખર ઉત્સાહવર્ધક છે. કારણ કે, અમે પણ આ રોગચાળાનો ભોગ બન્યા છીએ અને લાંબા સમય સુધી અમારા ધંધા બંધ રાખવા પડ્યા હતા. ફરીથી વ્યવસાયની શરૂઆત કરનારે જણાવ્યું હતું કે, અમે હજુ પણ સેમી લોકડાઉનનો સામનો કરી રહ્યા છીએ. જેફ કોઈન કલેક્ટીવ કોન્સર્ટ અને લીઝ પેલેસ તથા હોસ શુ ટેવર્નના મલિક અને સંસ્થાના અધ્યક્ષે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અથવા શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરફથી લાઈવ મ્યુઝિક ક્લબ સ્થળો, કલાકારો કે સંગીત અને મનોરંજન સાથે સંકળાયેલા લોકો અને ઉદ્યોગોને ટોરોન્ટોમાં કોવિડ મહામારીને કારણે અન્ય ક્ષેત્રોની જેમ ભારે નુકશાન થયું છે. રેસ્ટોરન્ટ્સ અને પ્રવાસનના સંચાલકોને જે નુકશાન થયું છે તેમને સરકારના આ નિર્ણયથી ઘણી રાહત થશે. જો કે, હકીકતે અમે એ જાણતા નથી કે, આ ભંડોળ કઈ રીતે મદદ કરશે. આ એક સખત સ્પર્ધા ધરાવતો ઉદ્યોગ છે અને આ ભંડોળ બાબતે અમે બહુ ઝાઝું જાણતા નથી. આમ છતાં ઓન્ટેરિયોનું રાજ્ય હજુ પણ ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ત્યારે સરકારી જાહેરાત અમારા માટે રાહતરૂપ નીવડશે. હજુ પણ અમે અમારા ધંધા નિયમિત રીતે કરી શકતા નથી. ભાડાં અને ઈલેક્ટ્રીસીટી તથા ગેસ ખર્ચને પણ પહોંચી શકાતો નથી. આમ છતાં સરકાર તરફથી રાહત માટે જે કોઈ પગલાં લેવામાં આવે તે સારી બાબત છે.
લોજ, પ્રવાસી બોટ, સ્કી સેન્ટર, લાઈવ પરફોર્મન્સ સ્થળો, સિનેમા ડ્રાઈવ, ઈન થિયેટર્સો તથા એમ્યુઝમેન્ટ અને વોટરપાર્કસ જેવા ઇંગ્લિશ પ્રવાસન ઉદ્યોગોને પ્રાદેશિક ટેકો મળવો જરૂરી છે એમ મેક ઓડે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ ભંડોળથી પ્રાદેશિક પ્રવાસન ઉદ્યોગને રાહત મળશે. પ્રવાસન ઉદ્યોગને વર્ષ 2020-21 દરમિયાન 50 ટકા ખોટનો સામનો કરવો પડ્યો છે, જે વર્ષ 2019ની સરખામણી કરતા વધુ નુકસાન દર્શાવે છે. આ પ્રોગ્રામ માટે 13મી ઓક્ટોબરથી અરજીઓ સ્વીકારવામાં આવશે. 
કોહેનના જણાવ્યા મુજબ લી પેલેસને આશરે 90 ટકા ખોટ ગઈ છે. જયારે કોવિડ દરમિયાન હોર્સ શુ ટેવર્નને પણ ભારે નુકસાન થયું છે. ડેસ્ટિનેશન ટોરોન્ટોના એકસીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્રયુ વિયરે કહ્યું હતું કે, આ મદદની સખત જરૂરત હતી, તેઓ ટોરોન્ટો ટુ વર્લ્ડ ટ્રાવેલર્સના સંચાલક છે. તેમણે સરકારની આ આર્થિક સહાયને આવકાર આપ્યો હતો.