જુલાઈના અંત સુધીમાં ટોરોન્ટોનો સીએન ટાવર ફરીથી ખુલ્લો મુકાશે

July 19, 2021

  • મુલાકાત લેવામાં રસ હોય તેઓ મર્યાદિત ટીકીટો માટે બુકિંગ કરાવી શકશે
ટોરોન્ટો : ટોરોન્ટોમાં હવે બધુ પહેલા જેવું થઈ રહ્યું હોય એવા સંકેતો ટોરોન્ટોના જાણીતા સ્થળ સીએન ટાવરને ફરીથી ખુલ્લો મુકવાની જાહેરાતથી મળી રહ્યાં છે. બુધવારે થયેલી જાહેરાત મુજબ સીએન ટાવર આ માસની ર૩મી તારીખથી મહેમાનો માટે શરૂ થઈ જશે. જે ઓન્ટેરિયોના રીઓપનિંગ પ્લાનના સમયપત્રક મુજબ જ હશે. જેમને મુલાકાત લેવામાં રસ હોય તેઓ મર્યાદિત ટીકીટો માટે બુકિંગ કરાવી ખરીદી શકશે. 
આ ટીકીટધારક ઓબ્ઝર્વેશન ડેક પર જઈ શકે છે. એ જ વોક માટેનું બુકિંગ પણ શરૂ થયું છે. જેમાં મુલાકાતીઓ ટાવરના મેન પોડની ફરતે ચાલી શકે છે અને રોમાંચ માણી શકે છે. ટાવરની ટોચે આવેલી ૩૬૦ ડીગ્રી રેસ્ટોરાં પણ ર૯મી જુલાઈથી શરૂ થશે. જેનું બુકિંગ પણ હવે શરૂ થઈ ચુકયું છે. ઓન્ટેરિયોમાં કોવિડ-૧૯ના પ્રતિબંધોને કારણે છેલ્લા મહિનાઓથી સીએન ટાવર બંધ હતો. 
પ્રાંતમાં ત્રણ તબક્કાના રીઓપનિંગ પ્લાનનો ત્રીજો ભાગ ર૧મી જુલાઈથી શરૂ થયો હોવાથી હવે ડાઈનીંગ, જીમ, મુવિથિયેટર શરૂ થઈ શકશે. સીએન ટાવરના કર્મચારીઓ કહે છે કે, એમનો રીઓપનિંગ પ્લાન પ્રાંતે ત્રીજા તબક્કામાં સફળતાથી પ્રવેશ કર્યો હોવાથી જ શકય બન્યો છે. હવે ટાવર દરરોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.