વર્ષના અંત સુધીમાં સુરત 50 ટકા ટ્રીટેડ રીયુઝ વોટરનો ઉપયોગ કરાશે

January 26, 2020

કૃષિ ક્ષેત્રમાં પણ ટ્રીટેડ વોટરનું આયોજનઃ ઓછું પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમને ટ્રીટેડ વોટરમાં પાંચ ટકા રીબેટની વિચારણા

સુરત- આવનારા દિવસોમાં કૃષિ, બાંધકામ ક્ષેત્રમાં ટ્રીટેડ વોટર માટે નીતિ બનાવીને 50 ટકા કરતાં પણ વધુ ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવા માટે આયોજન કરવા સાથે ખાસ નીતિ પણ બનાવવા વિચારણા મ્યુનિ. કરી રહી છે.


મ્યુનિ.ના બજેટમાં ટ્રીટેડ વોટરના રી યુઝ માટેની પ્રોત્સાહન યોજના માટે ખાસ પ્રકારની જોગવાઈ કરવામા ંઆવી છે. કમિશ્નરે કહ્યુ હતું, જોઈ કોઈ ઓદ્યોગિક એકમ પ્રદુષણ ઓછું કરે અને તે બાબતે એમીશન ટ્રેડીંગ સિસ્ટમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રમાણિત કરે તો મ્યુનિ.  ટ્રીટેડ વોટર આપે તેના ભાવમાં તે એકમને પાંચ ટકા રિબેટ આપવા વિચારણા છે. આ ઉપરાંત મ્યુનિ.ના કામો પૈકી ટ્રેન્ચના કામોમાં પણ ટ્રીટેડ વોટરના ઉપયોગનું આયોજન છે.


આ ઉપરાંત ટ્રીટેડ પાણીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કરવા પણ આયોજન છે. કૃષિ ક્ષેત્રમાં જો  ટ્રીટેડ પાણી રિયુઝ થાય તો સિંચાઇ વિભાગના ભાવોને અનુરુપ પાણી આપવા આયોજન થઇ રહ્યું છે. તેમજ શહેરમાં આવેલા મોટા શૈક્ષણિક, ઔદ્યોગિક, વ્યપારિક સંકુલમાં ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવા નીતિ બનાવવા આયોજન થઈ રહ્યું છે.