ઈરાનથી 58 લોકોને લઈને ભારત પહોંચ્યું C17 વિમાન, તમામને અલગ રાખવામાં આવશે

March 11, 2020

નવી દિલ્હી, :  ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસ વચ્ચે ભારતે ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોની પહેલી બેચને બોલાવી લીધી છે. સોમવાર રાત્રે ભારતથી રવાના થયેલા એરફોર્સના C17 ગ્લોબમાસ્ટર 58ને લઈને તેહરાન થી ગાઝિયાબાદના હિંડન વાયુ સેના સ્ટેશન પહોંચ્યું. એરફોર્સના C17 ગ્લોબમાસ્ટર વિમાને હિંડન એરબેઝથી સોમવારે રાત્રે 8.30 કલાકે ઉડાન ભરી હતી અને ભારતીય નાગરિકોને લઈને મંગળવારે સવારે હિંડન એરબેઝ પર પરત આવ્યું. ઈરાનથી જે 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા તેમાં 25 પુરૂષો, 31 મહિલાઓ અને 2 બાળકો સામેલ છે.

ઈરાનથી આવેલા તમામ નાગરિકોની તપાસ માટે અલગ સ્થળ સહિત અન્ય સુવિધા આપવામાં આવી છે. ઈન્ડિયન એરફોર્સ મુજબ ઈરાનથી પરત આવેલા ભારતીય નાગરિકોને હિંડનમાં અલગ સ્થળે રાખવામાં આવશે. ભારતીય વાયુસેનાએ જરૂરી મેડિકલ પ્રોટોકોલ એક્ટિવ કરી દીધો છે અને નાગરિકોની સારસંભાળ અને મદદ માટે આવશ્યક સુવિધા આપવામાં આવી છે.