CAA વિરૂદ્ધ દિલ્હીના જાફરાબાદમાં શાહીન બાગ જેવી પરિસ્થિતિ

February 23, 2020

નવી દિલ્હી : CAA વિરૂદ્ધ દિલ્હીના શાહીન બાગ જેવુ વધુ એક પ્રદર્શન શરૂ થઈ ગયુ છે. આ પ્રદર્શન જાફરાબાદના મેટ્રો સ્ટેશન પર શનિવારે લગભગ અડધી રાતથી શરૂ થઈ ગયુ છે. અહીં મુસ્લિમ સમુદાયની મહિલાઓ અડધી રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશનની નીચે પસાર થનાર રસ્તા પર બેસી ગઈ અને CAA-NRC વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.  

જાફરાબાદમાં મહિલા પોલીસકર્મીઓને પણ તૈનાત કરી દીધા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ દ્વારા બનાવવામાં આવેલા એક નાના મંચને તોડી દીધો. પ્રદર્શનકારી મહિલાઓએ મેજથી એક નાનો મંચ બનાવી રાખ્યો હતો. 

જાફરાબાદમાં CAA વિરૂદ્ધ પ્રદર્શનના કારણે મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે. અત્યારે લોકો આ મેટ્રો સ્ટેશનની સેવાઓ લઈ શકશે નહીં. અહીં મેટ્રો ગેટના દરવાજા બંધ કરી દેવાયા છે. 

રિપોર્ટ અનુસાર અડધી રાતે પ્રદર્શનકારી મહિલાઓ સીલમપુર રેડ લાઈટથી જાફરાબાદ મેટ્રો સ્ટેશન તરફથી કૂચ કરી અને જાફરાબાદ મેટ્રો સ્ટેશનની નીચે રસ્તા પર બેસી ગયા. 

પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બુરખો પહેરેલી મહિલાઓ સામેલ છે. તેમણે કેન્ડલ સળગાવ્યા અને CAA વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જોકે અંધારૂ થવાની સાથે ભીડ ઓછી થતી ગઈ અને પોલીસની સંખ્યામાં પણ ઘટાડો થઈ ગયો.