સોશિયલ મીડિયા પર ચીનમાં તખ્તાપલટનો દાવો, સેનાએ રાજધાની બીજિંગને કબજામાં લીધી

September 24, 2022

બીજિંગ- ચીનમાં હાલ સોશિયલ મીડિયા દ્રારા જે વાતો સામે આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ચીનમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ સારી નથી.  સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરી ચીની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે.

ઘણા ચીની સોશિયલ મીડિયા હેડલર્સનું કહેવું છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠો દ્રારા તેમને પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખના પદેથી દૂર કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. આ મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કરતાં કહ્યું કે આ અફવાઓ પરથી પડદો ઉઠવો જોઇએ શું ખરેખર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા છે? જો કે ટ્વિટર પર #xijinping હેશટેગ ટ્રેંડમાં ચાલી રહ્યો છે. ચીનમાં એવી ચર્ચાઓ છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કરી પીએલએએ તખ્તાપલટ કરી દીધો છે. 


અપ્રમાણિત સમાચારોના અનુસાર ત્યાંની સેના (PLA) એ રાજધાની બીજિંગને પોતાના કબજામાં લઇ લીધી છે. રાજધાની સંપૂર્ણપણે સેનાના કંટ્રોલમાં છે. બીજિંગ હવે આખી દુનિયાથી કટ થઇ ગઇ ગયું છે. ત્યાં મોતી સંખ્યામાં સેના પહોંચી ગઇ છે સાથે જ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ સમાચારોની હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી. 
ન્યૂઝ હાઇલેન્ડ વિજનના અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓ અને પૂર્વ ચીની પ્રધાનમંત્રી વેન જિબાઓએ સ્ટેડિંગ કમિટીના પૂર્વ સભ્ય સોંગ પિંગને પોતાના પક્ષમાં રાજી કરી લીધા અને સેંટ્ર્લ ગાર્ડ બ્યૂરો (Central Guard Bureau) પર પોતાનો કંટ્રોલ બનાવી લીધો. સોંગ પિંગના કંટ્રોલમાં સેંટ્રલ ગાર્ડ બ્યૂરો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાર્ડ બ્યૂરો પોલિત બ્યૂરોના સ્થાયી સમિતાના સભ્યો અને સીસીપીના અન્ય નેતાઓને સુરક્ષા પ્રદાન કરે છે. આ જ શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. 


જોકે રિપોર્ટોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 16 સપ્ટેમ્બરના રોજ શી જિનપિંગના એસસીઓ મીટિંગ કરીને સમરકંદથી પરત ફર્યા બાદ તેમને એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને સંભવત: હાલમાં તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે. આ પ્રકારના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જોકે આ દાવાઓમાં કેટલી સચ્ચાઇ છે તેના પરથી પડદો ઉઠવાનો બાકી છે.