હવે ગુદા માર્ગેથી પણ શ્વાસ લઈ શકાશે!-વિજ્ઞાનીઓનો દાવો

June 21, 2022

દિલ્હી; દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બને છે, જેણા કારણે સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય છે. મનુષ્ય નાક દ્વારા શ્વાસ લે છે. મુસીબતમાં પણ મોઢામાંથી, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે વ્યક્તિ ગુદામાંથી શ્વાસ લઈ શકશે, જી હા... હવે આ હકીકત થવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ માણસ ગુદા માર્ગેથી પણ શ્વાસ લેવાનું શરૂ કરશે. તેનાથી મુશ્કેલીમાં ફસાયેલા લોકોનો જીવ બચી શકશે. હાલ ભૂંડ અને ઉંદરો પર તેનો પ્રયોગ સફળ રહ્યો છે.


વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ વ્યક્તિ તેના શરીરના પાછળના ભાગે એટલે કે ગુદા માર્ગે શ્વાસ લઈ શકશે. આનાથી તે લોકોને રાહત મળશે જેઓ શ્વાસની સમસ્યાથી પરેશાન છે. આ પ્રયોગને સાબિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકોના એક જૂથે ભૂંડ અને ઉંદરો પર પ્રયોગો કર્યા. કેટલાક કાચબા પર. આ પ્રયોગ વિશેનો અહેવાલ તાજેતરમાં જર્નલ ક્લિનિકલ એન્ડ ટ્રાન્સલેશનલ રિસોર્સ એન્ડ ટેકનોલોજી ઈનસાઈટમાં પ્રકાશિત થયો છે.


વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગમાં પ્રાણીઓના આંતરડાને થોડા ઘસીને પાતળા બનાવ્યા. જેથી મ્યુકોસલ લાઇન પાતળી થઈ શકે. તેનાથી લોહીના પ્રવાહને વેગ આપે છે. લોહીના પ્રવાહમાં કોઈ પણ રીતે અવરોધ ઉત્પન્ન થતો નથી. ત્યારબાદ આ જીવોને ઓછા ઓક્સિજનવાળા રૂમમાં રાખવામાં આવ્યા હતા. કાચબામાં પહેલાથી જ પાતળા મ્યુકોસલ લાઈનવાળા આંતરડા હોય છે. તેથી તેમને શ્વાસ લેવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. તેથી તેઓ શિયાળામાં પણ જીવિત રહે છે.