કેનેડાએ ભારતની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગષ્ટ સુધી લંબાવ્યો.
July 21, 2021

ઓટાવા- કેનેડામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર છે. કેનેડાએ ભારતની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગષ્ટ સુધી લંબાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે, આગામી નોટિસ સુધી કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને દેશની બહાર મુસાફરી કરવાનું ટાળો.
સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતથી કોઈ ત્રીજા દેશના રસ્તે કેનેડા જનારા લોકોએ ત્રીજા દેશમાં કોરોના વાયરસ મોલિક્યુલર ટેસ્ટ કરાવવાનો રહેશે. જો આ ટેસ્ટ નેગેટિવ હશે તો જ કેનેડામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો પ્રવાસ કરનાર વ્યક્તિ પહેલા કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે તો તેમણે પ્રવાસના 14 દિવસથી લઈને 90 દિવસ પહેલા ટેસ્ટ કરાવવાનો રહેશે.
આ પહેલા પણ કેનેડાએ કોરોનાના નવા વેરિયન્ટને રોકવા માટે ભારત અને પાકિસ્તાનથી આવતી ડાઈરેક્ટ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે આ પ્રતિબંધને વધારવામાં આવ્યો છે. જરુરી સામાન જેમ કે રસી તેમજ સુરક્ષા ઉપકરણોની અવરજવર માટે માલવાહક વિમાનોને જવાની મંજૂરી આપવામાં આવી છે. કેનેડાના વાયુકર્મીઓને આપવામાં આવેલી એક નોટિસ અનુસાર, પરિવહન મંત્રીનું માનવું છે કે ઉડ્ડયન સુરક્ષા અને લોકોની રક્ષા માટે આ નિર્ણય લેવો જરુરી હતો.
Related Articles
કેનેડામાં ત્રણ-ચાર ઈંચના કરાનો વરસાદ થયો, અસંખ્ય વાહનોના કાચ તૂટયા
કેનેડામાં ત્રણ-ચાર ઈંચના કરાનો વરસાદ થયો...
Aug 05, 2022
કેનેડામાં મંકીપોકસના ૬૮૧ કેસની પૃષ્ટી, તંત્ર હરકતમાં
કેનેડામાં મંકીપોકસના ૬૮૧ કેસની પૃષ્ટી, ત...
Jul 30, 2022
કેનેડામાં મૂળ વતનીઓના પર અત્યાચાર બદલ પોપ ફ્રાંસિસે માફી માંગી
કેનેડામાં મૂળ વતનીઓના પર અત્યાચાર બદલ પો...
Jul 27, 2022
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ફાયરિંગ, બે ભારતીય સહિત અનેક લોકોનાં મોત
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ફાયરિંગ, બે...
Jul 26, 2022
ઓન્ટેરિયોમાં યોગ્ય નોંધણી વિનાનાં વાહનોનું પ્રમાણ વધી ગયું : પોલીસ
ઓન્ટેરિયોમાં યોગ્ય નોંધણી વિનાનાં વાહનોન...
Jul 25, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022