કેનેડાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરના પ્રતિબંધો વધુ ૩૦ દિવસ માટે લંબાવ્યા

September 08, 2020

  • કોરોના વાઈરસની સ્થિતિ અંગે સરકાર દ્વારા વારંવાર થઈ રહેલા સમીક્ષા
  • વિદેશથી આવનારાઓ માટે ફરજિયાત ક્વોરોન્ટાઈનનો નિયમ ચાલુ રહેશે

ટોરન્ટો : કેનેડાએ જાહેર આરોગ્યની સુરક્ષા માટે વિદેશથી આવનારા પ્રવાસીઓ માટેના પ્રતિબંધોને વધુ ૩૦ દિવસ માટે લંબાવવાની જાહેરાત કરી છે. પ્રતિબંધ હવે ૩૦મી સપ્ટેમ્બર સુધી રહેશે. કેનેડાએ વિદેશ પ્રવાસ પરના પ્રતિબંધને સતત ત્રીજીવાર લંબાવ્યો છે. જે માર્ચની ૧૮મી તારીખથી ૩૦મી જુન સુધીનો હતોફેડરલ સરકાર દેશભરમાં કોરોના વાઈરસની સ્થિતિની વારંવાર સમીક્ષા કરે છે અને દર મહિને એને અનુરૂપ નીતિગત પગલા લે છેવધુમાં ફરજિયાત કવોરન્ટાઈનના આદેશ પણ માર્ચથી અમલમાં છે જે મુજબ પ્રવાસીઓએ ૧૪ દિવસ માટે સેલ્ફ આઈસોલેશન પાળવાનું હોય છે.

કોણ કેનેડા આવી શકે ?

  • ઈમિગ્રેશન, રેફયુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી)ના નિયમો મુજબ આવા લોકોને માટે પ્રવાસના પ્રતિબંધોથી છૂટછાટ મળી શકે છે :
  • કેનેડીયન નાગરીકો
  • કાયમીનિવાસીઓ
  • કેનેડાના કાયમી નિવાસી બનવાની મંજુરી મેળવી ચુકેલાનાગરિકો
  • કેટલાક ટેમ્પરરી વિદેશી કામદારો
  • કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ
  • કેનેડીયન નાગરીકોના અને કાયમી નિવાસીઓના સગાઓ ( જીવનસાથી અથવા કોમન લો પાર્ટનર,આશ્રિત સંતાનો અને આશ્રિત સંતાનોના સંતાનો,માતાપિતા,સાવકા માતાપિતા,વાલીઓ કે શિક્ષાકો )