કેનેડા:બ્રેમ્પ્ટનમાં ઈન્ડો-કેનેડિયન કમ્યુનિટીએ કાર રેલી યોજી, ભારત-કેનેડાના મજબૂત થઈ રહેલા સંબંધોના પગલે ઉજવણી કરાઈ

March 02, 2021

બ્રેમ્પ્ટન : કેનેડાના ઓનટારીયો રાજ્યમાં આવેલા બ્રેમ્પ્ટનમાં ઈન્ડો-કેનેડિયન કમ્યુનિટી દ્વારા સંખ્યાબંધ કાર્સ સાથે ‘ત્રિરંગા અને મેપલ કાર રેલી યોજાઈ હતી. આ કાર રેલીનું આયોજન ભારત અને કેનેડાના સતત મજબૂત થઈ રહેલા સંબંધોની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

વિશ્વમાં કોવિડ-19ના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેના કારણે કેનેડામાં પણ ઘણા લોકોના મોત થયા છે. આવી મહામારીના સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન ટ્રુુડોએ સાથે મળીને વેક્સિનને મંજૂરી આપીને અને તેની સપ્લાય કરીને લાખો લોકોની જીંદગી બચાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

ભારત દ્વારા કેનેડાને 5,00,000 વેક્સિનના ડોઝ આવનારા સપ્તાહમાં તાત્કાલિક ધોરણે પહોંચાડવાનું વચન આપવામાં આવ્યું છે. આ સિવાય આગામી મહિનાઓમાં 2 મિલિયન વેક્સિનના ડોઝ ભારત દ્વારા કેનેડાને આપવામાં આવશે. તેના પગલે સંખ્યાબંધ કેનેડિયનોના જીવ બચાવવામાં મદદ મળશે. ઈન્ડો-કેનેડિયન્સ માટે આ એક ગૈરવા કરવા જેવી વાત છે.