કેનેડામાં કોવિડ -૧૯નું વધુ ટેસ્ટીંગ થવું જરૂરી, સરકાર સુવિધા વધારશે : વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો

May 16, 2020

લેબોરેટરીઓ અને ઉપકરણોની ક્ષમતા વધારવા સરકારની કવાયત

અર્થતંત્રને પાટે ચઢાવવા માટે છુટછાટ અપાય છે પણ સાવચેતી રાખવી આવશ્યક

  • દરેક પ્રાંતને દરરોજ ૬૦ હજાર ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગે લક્ષ્યાંક આપ્યો

ઓટાવા : કેનેડાના બધા પ્રાંતો અને વિસ્તારોમાં પ્રતિબંધોમાં છૂટછાટો આપી હોવાથી કેનેડામાં કોવિડ -૧૯નું વધુ ટેસ્ટીંગ થવું જરૂરી છે, એમ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ કહ્યુંં હતું. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુંં હતું કે, જો બધા પ્રાંતો અને વિસ્તારો અર્થતંત્રને ફરીથી પાટે ચઢાવવા માંગતા હોય તો થોડી ઘણી છૂટછાટો જરૂરી છે. પરંતુ એને કારણે કોરોનાના પ્રસાર પરનું નિયંત્રણ ઓછું નહીં થવું જોઈએ. માટે વધુને વધુ કેનેડીયનોનું કોવિડ -૧૯ ટેસ્ટીંગ થવું જોઈએસોમવારે સવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ અત્યાર સુધી ૧૧,૧૯,૦ર૬ લોકોનું ટેસ્ટીંગ થઈ ચુકયું છે. પ્રમાણ વધવું જોઈએ એમપણ ટ્રુડોએ કહ્યુંં હતું. તેમણે કહ્યુંં હતું કે, ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા માટે લેબોરેટરીઓ અને ઉપકરણોની ક્ષમતા વધારવાની દિશામાં પણ સરકાર કામ કરી રહી છે. અને ટેસ્ટીંગ કીટસ ઝડપથી ઉપલબ્ધ કરાવશે.

કેનેડાના આરોગ્ય વિભાગે દરેક પ્રાંતોને દરરોજ ૬૦૦૦૦ ટેસ્ટ કરવાનું લક્ષ્ય આપ્યું છે. ઘણા પ્રાંતો લક્ષ્ય પુરૂં કરી નથી શકતાકેનેડાના ચીફ પબ્લીક હેલ્થ ઓફિસર ડો. થેરેસા ટેમે શનિવારે મીડિયાને જણાવ્યું હતું કે, દરેક પ્રાંત અને વિસ્તારમાં ટેસ્ટ ઓછા થવાના કારણો જુદા જુદા છે. કયાંક માણસોની તંગી છે તો કયાંક ઉપકરણો ઓછા છે, તો કયાંક કોન્ટેકટ ટ્રેસીંગ બરાબર થતું હોવાથી ટેસ્ટીંગ ઓછું થાય છેપુરતા પ્રમાણમાં ટેસ્ટીંગ માટે તાલીમબદ્ધ સ્ટાફ અને ઉપકરણો પણ જરૂરી છે. ડેપ્યુટી ચીફ પબ્લીક હેલ્થ ઓફિસર ડો. હોવાર્ડ એન્જુએ કહ્યુંં હતું કે, મોન્ટ્રીયલે જે રીતે ટેસ્ટીંગ માટે મોબાઈલ ટેસ્ટીંગ સુવિધા ઉભી કરી હતી, રીતે બધા પ્રાંતોએ પણ કરવી જોઈએ. તો નિર્ધારીત લક્ષય પ્રાપ્ત કરી શકાય.