સિરિયન રેફ્યુજી કેમ્પમાંથી 26 કેનેડીયનોને પાછા લાવવા કેનેડાના વકીલે કેસ કર્યો

October 16, 2021

  • શરણાર્થી રોકાયા છે તે વિસ્તાર આરોગ્ય અને સલામતિની દ્રષ્ટિએ ખૂબ જ ચિંતાજનક 
ટોરોન્ટો : કેનેડાના એક વકીલે સંઘ સરકાર ઉપર સિરિયાની શરણાર્થીઓની છાવણીમાં ફસાઈ ગયેલા 26 કેનેડીયનોને પાછા લાવવા દબાણ કરવા માટે એક કેસ દાખલ કર્યો છે. ગયા મહિને 11 પરિવાર તરફથી કેનેડાની કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર તેમના સીરિયામાં ફસાયેલા પરિવારજનોને પાછા લાવવા બાબતે બેદરકારી દાખવી રહી છે. કેનેડાની અદાલતના ફેરલ કોર્ટ એક્ટ, ધ સિટિઝનશીપ એક્ટ, કેનેડિયન ચાર્ટ ઓફ રાઇટ્સ એન્ડ ફ્રીડમ તથા ઇન્ટરનેશનલ કન્વેનશન રાઈટ ઓફ ચાઈલ્ડ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. લોરેન્સ ગ્રીનસ્પોન કે જે એક ક્રિમિનલ લોયર છે, તેમણે આ કેસ દાખલ કર્યો છે એમ મીડિયા તરફથી જણાવવામાં આવ્યું છે.  વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, કેનેડાના વિદેશ મંત્રાલયે એ બાબતનો જવાબ આપવો જોઈએ કે, આઇએસઆઇએસની શરણાર્થી છાવણીમાં સપડાયેલા કેનેડીયનોને ઘરે પાછા લાવવા માટે શું પ્રયત્નો કર્યા છે ? સીરિયામાં ફસાયેલા આ 26 કેનેડીયનોની દેશમાં પાછા લાવી ના શકાય તેનું કોઈ કારણ નથી. જે 26 કેનેડિયન નાગરિક તરફથી અરજી કરવામાં આવી છે તેમા 14 બાળકો, 8 મહિલાઓ અને 4 પુરુષો છે. તેમને અલ-હોલ અને અલ-રોઝ કેદીઓની છાવણીમાં રાખવામાં આવ્યા છે. 
આ સિવાય હાસ્કાહ, ક્યુમીશલી અને ડેરિક જેલમાં રાખવામાં આવ્યા છે. આ વિસ્તાર ઉત્તર-પૂર્વ સીરિયામાં આવેલો છે. અરજીમાં આ છાવણીનું વર્ણન કરતા જણાવવામાં આવ્યું છે કે, અહીંનું વાતાવરણ ભયંકર જીવી ના શકાય તેવું તથા આરોગ્યના નિયમો અને સગવડતા વિનાનું છે.  અહીં ચોખ્ખું પાણી પણ મળતું નથી. છાવણીની પરિસ્થિતિ ખરાબ છે અને કેટલાક કેદીઓ પડ્યા છે. કેનેડાના વિદેશ મંત્રાલયે જાહેર કરેલું નિવેદન તદ્દન ખોટું છે. કારણ કે, જે કેનેડિયન નાગરિકોને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. તે ઉત્તર-પૂર્વનો સીરિયાનો વિસ્તાર ચિંતા ઉપજાવે તેવો છે. તેમાં પણ ખાસ અહીં કેનેડિયન બાળકોને રાખવામાં આવ્યા છે. કેનેડાના વિદેશ મંત્રાલયે પ્રાઇવસી એક્ટનું બહાનું આપી કંઈ વધુ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને કેનેડિયન નાગરિકોને સીરિયામાં કાઉન્સેલર સર્વિસ પુરી પાડવામાં આવી છે. ગ્રીનસ્પોને આ પહેલા પણ અમીરા તરફથી એક અરજી ફાઈલ કરી હતી. આ 5 વર્ષીય બાળક અલ-હોલ છાવણીમાં રાખવામાં આવ્યો છે.  દરમિયાન કેનેડાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમીરાને લાવવાના પ્રયત્નો અમે જ કર્યા હતા તેથી ખરો પ્રશ્ન એ ઉભો થાય છે કે અમે બીજા 26 કેનેડીયનોને શા માટે લાવી શકતા નથી પરંતુ સરકાર તેની જવાબદારી સમજે છે અને કેનેડિયન નાગરિકોને પાછા લાવવાના તમામ પ્રયત્ન કરી રહી છે.