આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સુરક્ષિત અને સમુચિત દેશ

July 25, 2022

  • CBIEના સર્વેક્ષણમાં કેનેડાની 67 શૈક્ષણિક સંસ્થાઓના 41,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ઓન્ટેરિયો: કેનેડિયન બ્યુરો ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન (CBIE)એ તાજેતરમાં તેમના 2021 વાર્ષિક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સર્વેક્ષણના પરિણામો જાહેર કર્યા છે. સર્વેક્ષણમાં કેનેડાની 67 શૈક્ષણિક સંસ્થાઓના 41,000થી વધુ વિદ્યાર્થીઓનો ડેટા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કેનેડામાં અભ્યાસના તમામ પાસાઓ સાથેના તેમના અનુભવો જણાવ્યા છે. તેઓએ શા માટે કેનેડામાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું, અભ્યાસ દરમિયાનના તેમના અનુભવો અને તેમની પોસ્ટ-ગ્રેજ્યુએશન યોજનાઓ વિશેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. CBIEએ એક બિન-લાભકારી સંસ્થા છે, જેનો ઉદ્દેશ કેનેડિયન આંતરરાષ્ટ્રીય શિક્ષણને આગળ વધારવા અને વિશ્વભરમાં કેનેડામાં અભ્યાસ કરવાના લાભોને પ્રોત્સાહન આપવાનો છે. કેનેડા વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં સ્થાન ધરાવે છે. જો કે, કેનેડામાં અભ્યાસ કરવાનું પસંદ કરતા વિદ્યાર્થીઓએ નિર્ણાયક પરિબળ તરીકે સલામતિને ગણાવી હતી, જેનાથી કેનેડાની શૈક્ષણિક પ્રતિષ્ઠામાં વધારો થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે, લગભગ 80% લોકોએ કહ્યું કે તે સૌથી મોટો ડ્રો હતો. કેનેડાની શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠા 70% વિદ્યાર્થીઓ માટે બીજો વિકલ્પ છે. વધુમાં, અડધાથી વધુએ જણાવ્યું હતું કે, કેનેડાની સહનશીલતા, વિવિધતા અને સર્વસમાવેશકતાએ તેને અભ્યાસ માટે આકર્ષક બનાવ્યું છે. લગભગ 40% લોકોએ કેનેડા પસંદ કર્યાનું જણાવ્યું કારણ કે, તેઓ એકવાર તેમનો અભ્યાસ પૂર્ણ કરી લે પછી તેઓ કાયમી રહેવાસી બનવાની આશા રાખે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ માતા-પિતા, દાદા-દાદી અને પરિવારના અન્ય સભ્યોનાં સમર્થન દ્વારા કેનેડામાં અભ્યાસ કરવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું. આશરે એક તૃતીયાંશ વિદ્યાર્થીઓએ કુટુંબના સમર્થન ઉપરાંત કેમ્પસનાં કામ અને વ્યક્તિગત બચત ઉપર આધાર રાખ્યો હોવાની જાણ કરી હતી. જે વિદ્યાર્થીઓ ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ (DLI)માં નોંધાયેલા છે તેઓ વર્ક પરમિટ મેળવ્યા વિના કામ કરી શકે છે.