સ્વિડન અને ફીનલેન્ડનાં નાટો પ્રવેશને માન્યતા આપનારામાં કેનેડા પ્રથમ દેશ

May 21, 2022

ઓન્ટેરિયો: સ્વિડન અને ફીનલેન્ડે નાટો સાથે જોડાવાના સંકેતો આપતાં કેનેડાએ આ બંને દેશોના નાટોનાં સભ્યપદને માન્યતા આપનાર દેશોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સભ્યપદ ટ્રાન્સ એટલાન્ટા મિલિટરી એલાયન્સ કેનેડા ખાતે આપવામાં આવ્યું હતું, એમ કેનેડાના વિદેશી બાબતોનાં મંત્રીએ જણાવ્યું હતું. એક વાર નોર્થ એટલાન્ટિક કાઉન્સિલના 30 દેશોના સભ્યોએ ચર્ચા કર્યા બાદ સ્વિડન અને ફીનલેન્ડને નાટો સૈન્યજૂથમાં પ્રવેશને મંજુરી આપી હતી. 
બ્રસેલ્સમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જર્મની, બેલ્જિયમ, જી7, નાટો અને યુરોપિયન દેશોના વિદેશપ્રધાનો હાજર રહ્યા હતા, ત્યારે પોતાના સમકક્ષ મંત્રીઓની સામે પત્રકારોને સમક્ષ બોલતાં વિદેશપ્રધાન મેલેની જોલીએ જણાવ્યું હતું કે, સ્વિડન અને ફીનલેન્ડને નાટોમાં સામેલ કરવાનું ગ્રાઉન્ડવર્ક પૂરું થયા બાદ તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેને અમે આવકાર આપીએ છીએ.