કેનેડાના કાયમી રહેવાસીઓ હવે દેશની સેનાનો હિસ્સો બની શકશે, ભારતીયોને થશે ફાયદો!

November 14, 2022

ટોરેન્ટો, :  કેનેડાના સશસ્ત્ર બળો એ જાહેરાત કરી કે સ્થાયી રહેવાસીઓને હવે સેવાઓમાં ભરતી કરવાની મંજૂરી આપવામાં આવશે, કારણ કે સૈન્યના જવાનોની અછતનો સામનો કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ માહિતી આપવામાં આવી છે. કેનેડામાં ભારતીયો મોટી સંખ્યામાં કાયમી નિવાસીઓ ધરાવે છે અને CAFના નિર્ણયથી તેમના માટે રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે. ભારતીયો પણ કેનેડિયન આર્મીમાં જોડાઈ શકશે.     

'રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ' (RCMP) એ "જૂની ભરતી પ્રક્રિયા" માં ફેરફારોની જાહેરાત કર્યાના પાંચ વર્ષ પછી આ જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી કેનેડામાં 10 વર્ષથી રહેતા કાયમી રહેવાસીઓને અરજી કરવાની મંજૂરી મળશે. નોવા સ્કોશિયાની રોયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર અગાઉ, કાયમી રહેવાસીઓ માત્ર 'સ્કિલ્ડ મિલેટ્રી ફોરેન ઍપ્લીકૅન્ટ'  (SMS) પ્રોગ્રામ હેઠળ અરજી કરી શકતા હતા.

હવે સૈન્યમાં ભરતી થવા માંગતા ઉમેદવારો 18 વર્ષથી વધુ ઉંમરના કેનેડિયન નાગરિકો હોવા જોઈએ અને અધિકારી પદ માટે અરજી કરવા માટે ગ્રેડ પોઈન્ટ પાસ હોવો જોઈએ. ગ્રેડ 10 અથવા ગ્રેડ 12 ની શિક્ષણ ડિગ્રી હોવી આવશ્યક છે. આ નિયમ કાયમી રહેવાસીઓને પણ લાગુ પડશે. CAF એ સપ્ટેમ્બરમાં,  હજારો ખાલી જગ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. આમાંથી અડધી જગ્યાઓ ભરવા માટે આ વર્ષે દર મહિને 5,900 સભ્યોની ભરતી કરવી પડશે.