કેનેડીયન મુસ્લિમોની હજયાત્રામાં પણ કોરોનાને કારણે વિઘ્નના અણસાર

June 07, 2021

  • કેનેડામાં વેકસીનેશનનું કાર્ય મંદગતિએ છે તેવા સમયે જ સાઉદીએ હજયાત્રીઓ માટે વેકસીન ફરજિયાત કરી

ટોરોન્ટો : સાઉદી અરેબિયાએ હજ માટે ત્યાં જનારા લોકો માટે કોવિડ-૧૯ની વેકસીન ફરજિયાત કરી હોવાથી કેનેડીયન મુસ્લિમો આ વર્ષે કદાચ હજયાત્રાએ જઈ નહીં શકે એવા સંકેતો મળી રહ્યા છે. આ માર્ચમાં જ સાઉદી અરેબિયાએ વેકસીનેશનને ફરજિયાત કર્યું હોવાથી મક્કા-મદિનાની હજયાત્રાએ આવનારાઓની સંખ્યા ઓછી થઈ શકે છે. 
વર્ષ ર૦ર૦થી જયારથી મહામારી વિશ્વભરમાં ફેલાવાની શરૂઆત થઈ ત્યારથી જ સાઉદી અરેબિયાએ હજયાત્રીઓની સંખ્યા ઉપર પ્રતિબંધો મુકી દીધા હતા. આ ઉપરાંત માત્ર સ્થાનિક લોકો જ એક હજારની મર્યાદામાં એકત્ર થઈ શકે એવો નિયમ અમલી કર્યો હતો. આ પહેલા દર વર્ષે લગભગ રમિલીયન લોકો હજયાત્રાએ જતા હતા. આ માસના આરંભે સાઉદી સરકારે ઉમરાહ ખાતેની મસ્જીદોની માત્રા વધારવાની યોજના જાહેર કરી હતી. એ રીતે જ વિવિધ વિધિઓ માટેના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરાશે. એને માટે મોબાઈલ એપનો ઉપયોગ થશે અને યાત્રીઓને દરેક વિધિ માટેના સ્લોટની ફાળવણી થશે. જેમાં સોશિયલ ડીસ્ટન્સીંગનો પુરો ખ્યાલ રાખવામાં આવશે. એ દરમિયાન હજયાત્રીઓના વેકસીનેનેશન ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે. ઓન્ટેરિયોના મુસ્લિમ સંગઠનો અને ટ્રાવેલ એજન્સીઓ હજયાત્રીઓના વેકસીનેશન ઉપર ભાર મુકવાની બાબત ઉપર ધ્યાન આપવાની માંગણી કરી રહ્યા છે. 
કિંગસ્ટનની ઈસ્લામિક સોસાયટીના કો-ઓર્ડીનેટર મુહમ્મદ બટે કહ્યું હતુ કે, વેકસીનેશન પોલીસી યોગ્ય છે. અમે એની સાથે સહમત છીએ. જયારે હજયાત્રા માટેની સરેરાશ વય ૬૧ વર્ષ રખાય છે. જે બાબત યુવા હજયાત્રીઓ માટે મોટી સમસ્યા બની શકે છે. કેમ કે, વેકસીનેશન કાર્યક્રમમાં એમનો વારો કયારે આવશે એ જ મોટો સવાલ છે. કેનેડા સરકારની વેકસીનેશન સાઈટ મુજબ ૪૦ ટકા કેનેડીયનોને કમસેકમ પહેલો ડોઝ અપાઈ ચુકયો છે. પરંતુ કુલ વસતિના ૩ ટકાને જ ૧રમી મે સુધી વેકસીન મળી છે. કેનેડામાં વેકસીનનો પહેલો ડોઝ વયજુથ મુજબ એમના વિસ્તાર મુજબ અને એમના વ્યવસાય મુજબ અપાયો હતો. એટલે પાનખર સુધીમાં બધા કેનેડીયનોને વેકસીન મળવાની શકયતા ઓછી જણાય છે. લોકો પણ સમયની ગંભીરતાને સમજે છે અને આવા સમયમાં હજયાત્રા પુરા આયોજન સાથે થાય એ પણ જરૂરી છે.