કોરોના મહામારી વચ્ચે પણ સીમા ઉપર આતંકવાદ રોકી નથી શકતા : ભારતે ફરી વખત પાકિસ્તાનને ઉધડું લીધું

November 19, 2020

ન્યુયોર્કઃ પાકિસ્તાન દ્વારા સતત સરહદ ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ સિવાય પાકિસ્તાનમાંથઈ આતંકીઓ પણ ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છએ. કોરોના મહામારી જેવા સમયમાં પણ પાકિસ્તાન પોતાની અવળચંડાઇ નથી મુકતું. ત્યારે ફરી એક વખત ભારતે આ મુદ્દે પાકિસ્તાનને ઉધડું લીધું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક દેશો સીમા ઉપર આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. આ દરમિયાન ભારતે એ વાત ઉપર ભાર મુક્યો છે કે સંયુક્ત રાષ્ટ્રને આતંકવાદ મુદ્દે ખુલીને બોલવું જોઇએ. વર્લ્ડ જૂઇશ કોંગ્રેસ દ્વારા આયોજિત એક ઓનલાઇન ઉચ્ચસ્તરીય કાર્યક્રમને સંબોધિત કરતા સમયે તિરુમૂર્તિએ કહ્યું કે ભારત દુનિયામાં યહૂદી વિરોધ અને ધાર્મિક આધાર ઉપર દરેક પ્રકારના ભેદભાવનો વિરોધ કરે છે. અમે જાણીએ છીએ કે કેટલાક દેશો છએ જેઓ મહામારીનો ફાયદો ઉઠાવીને દુનિયાના અન્ય વિસ્તારોમાં ધર્મના નામે ઘૃણા અને હિંસા ફેલાવવાનું કામ કરે છે.