ગાજર-મરચાનું અથાણુ

November 25, 2020

સામગ્રી
100 ગ્રામ ગાજર
100 ગ્રામ વઢવાણી મરચા
રાઈના કુરિયા
મેથીના કુરિયા
1 ચમચી હળદર
1 ચમચી હિંગ
લીંબુનો રસ
મીંઠુ

બનાવવાની રીત
પેલા ગાજર અને મરચા ધોઈ અને લાંબી ચીરીઓ કરી દો. પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો એકદમ વધારે જ ગરમ કરવું. હવે એક મોટી તપેલીમાં બને કુરિયા લો.એમા વચ્ચે ખાડો બનાવી હિંગ નાખો.પછી હળદર અને મીઠું છાંટો. હવે ગરમ તેલ આ બધામાં નાખી વઘાર કરો.પછી બધું બરાબર હલાવો. ઠડું થયા બાદ લીંબુ નો રસ મિક્સ કરી બધું હલાવી લો.પછી બરણીમાં ભરી એક દિવસ રહેવા દો બધા મસાલા ચડી જશે પછી એને પરાઠા, રોટી, થેપલા જોડે ખાવાની મજા આવશે.