Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

9 વિદ્યાર્થિનીઓનો શિકાર કરનાર વિકૃત ધવલ ત્રિવેદીની CBIએ કરી ધરપકડ

September 13, 2020

ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવનાર ધવલ ત્રિવેદીનું નામ આજે ફરીથી ચર્ચામાં આવ્યું છે. લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી CBIએ ધવલની ધરપકડ કરી છે. લંપટ શિક્ષકની દિલ્હી સીબીઆઇ એ હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે. 9 વિદ્યાર્થીનીઓને ધવલ ત્રિવેદી ભગાડી ગયો હતો. 2018માં ધવલ ત્રિવેદી ચોટીલાની યુવતીને ભગાડીને લઈ ગયો હતો.


અપહરણકાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી આવી અનેક બાળાઓને ફસાવી ચુકેલ છે આવા જ ગૂનામાં માનસિક વિકૃતિ ધરાવતો આરોપી આજીવન કેદની સજા ભોગવતો હતો. 2014માં ધવલ ત્રિવેદીએ CID સમક્ષ કહ્યુ હતું ‘માય લાઇફ ઇન 10 વૃમન પરફેક્ટ લેડી’ને ફસાવી એનાં પર પુસ્તક લખીશ. ચોટીલાની યુવતી તેનો નવમો શિકાર હતી. અને તે પોતાના 10મા શિકારની શોધમાં હતો.


આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ 9મો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી. ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર 6 મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા.