કબ્રસ્તાનના કર્મચારીઓએ 250 હિન્દુઓની અંતિમવિધિ પાર પાડી

July 05, 2020

મુંબઇ : કોરોનાનો ચેપ લાગવાની દહેશતથી આજે  જયારે નજીકના સગા-સંબંધીઓ તેમના મૃત પરિવારજનોને હોસ્પિટલમાં છોડી અંતિમ વિધિ માટે પણ આવતા નથી કે મૃતદેહ પણ લિ જતા નથી તેવા સમયે અજાણ્યા લોકો ફરિશ્તા બનીને મદદે આવી રહ્યા છે. આવી જ રીતે ફરિશ્તા  બનીને આવેલા બડા કબ્રસ્તાનના કર્મચારી એવા મુસ્લિમ બિરાદરોએ ૨૫૦ હિન્દુઓની અંતિમ વિધિ પાર પાડી માનવતાનું અને કોમી ભાઇચારાનું અનોખુ  ઉદાહરણ આપ્યું છે.

મરિન લાઇન્સ પાસે આવેલ ચંદનવાડીના સ્મશાનભૂમિની દિવાલ મુસ્લિમોના બડા કબ્રસ્તાન સાથે જોડાયેલી છે આ બડા કબ્રસ્તાન દ્વારા હિન્દુઓની અંતિમવિધિ માટે અને દર્દીઓને લાવવા લઇ જવા મફત એમ્બ્યુલન્સ સેવા પુરી પાડવામાં આવે છે. જયારે અન્ય ઘણા કેસોમાં હોસ્પિટલમાં સત્તાવાળાએ તરફથી લાવારિશ લાશો અથવા નિકટના પરિવારજનો જો મૃતદેહનો કબજો લેવા કે અંતિમવિધિ માટે ન આવે તેવા સમયે આ લોકોનો સંપર્ક કરવામાં આવે છે.

આ સંદર્ભે બડા કબ્રસ્તાનના ટ્રસ્ટી ઇકબાલ મમદાની અનુસાર મહામારીના આવા સમયમાં કોરોનાનો ભય તમામ ધર્મના લોકોને  છે. અને જયારે કોરોનાગ્રસ્ત વ્યકિતના મૃતદેહને અંતિમવિધિ માટે લઇ જવાની હોય ત્યારે તમામને ભય લાગવો સ્વાભાવિક છે આજે હોસ્પિટલ પ્રશાસન પાસે કોરોનાગ્રસ્ત મૃતદેહને સંભાળવા કે અંતિમવિધિ માટે લાવવા લઇ જવા કર્મચારીઓની અધત છે. અરે એમ્બ્યુલન્સના ડ્રાઇવર પણ હોસ્પિટલથી કબ્રસ્તાન કે સ્મશાન સુધી મૃતદેહ લઇ જવા કરે છે. તેવા મસયે મૃતદેહનો મલાજો જળવાય તેવા આશયથી બડા કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કોઇપણ ધર્મની વ્યકિતના અંતિ સંસ્કાર માટે શકય તમામ દદ ઉપબ્ધ કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટે માર્ચ મહિનામાં જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનું નક્કી થયું પઇ કોઇ એમ્બ્યુલન્સ ધારક આગળ આવવા તૈયાર ન હોવાથી અંતે શહેરની બહાર ત્યજી દેવાયેલી છ જેટલી એમ્બ્યુલન્સની માહિતી મળતા વિવિધ લોકોનો સંપર્ક કરી આ એમ્બ્યુલન્સને ' ટો ' કરી મુંબઇ લાવવામાં આવી અને તેમની સાત દિવસમાં જરૃરી મરામત કરી તેમને ઉપયોગમાં લેવા લાયક બનાવવામાં આવી.

એમ્બ્યુલન્સનો પ્રશ્ન દૂર થતા કબ્રસ્તાનના કર્મચારીઓએ એપ્રિલ મહિનાથી જ  માનવતાનું કાર્ય શરૃ કરી દીધુ. આ માટે દસ ટીમ બનાવવામાં આવી અને તેમને ચંદનવાડી, શિવાજી  પાર્ક, રે રોડ, ઓશિવારા, અને આરે મિલ્ક કોલોનીના સ્મશાનની જવાબદારી સોંપી દેવામાં આવી.

મમદાની અનુસાર પરિવારજનો મૃતદેહનો કબજો લેવા માટે આગળ આવતા ન હોવાથી વિવિધ હોસ્પિટલના શબઘરમાં  ઘણા મૃતદેહ પડયા હોવાની અમને જાણ થઇ હતી. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસની મદદથી કબ્રસ્તાનના કર્મચારીઓ આવા મૃતદેહને પ્રોટોકોલ પ્રમાણે પેક કરે છે અને સ્મશાનમાં આવા મૃતદેહની અંતિમવિધિ પૂર્ણરૃપે પાર ન પડે ત્યાં સુધી હાજર રહે છે. આ લોકો આ કાર્ય માટે એક પણ રૃપિયાનો ચાર્જ કરતા નથી.  મમદાની મુજબ આપણે તમામ આજે એવા ગંભીર સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ કે જયાં ધર્મ, જાતિ આદીના ભેદભાવ ભૂલી ફકત માનવ ધર્મ ધ્યાનમાં રાખી એક બીજા તરફ દયા ભાવના રાખવાની છે.