રામમંદિર ભૂમિ પૂજન માટે મહેમાનોની યાદીમાં ફેરફાર, 200ની જગ્યાએ 170 લોકોને બોલાવાશે

August 01, 2020

નવી દિલ્હી- અયોધ્યામાં 05 ઓગસ્ટે રામમંદિરના ભૂમિ પૂજન માટે મહેમાનોની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માત્ર 170 લોકોને જ બોલાવવામાં આવશે. ભાજપના ઘણાં નેતાઓ અને સંતો મહંતોના નામ મહેમાનોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.


ભાજપના સિનિયર નેતા એલકે અડવાણી અને મુરલી મનોહક જોષીનું નામ હવે મહેમાનોની યાદીમાં નથી. સુત્રો પ્રમાણે બંન્ને નેતાઓએ આવવામાં અસર્થતા દર્શાવી છે. જ્યારે રામમંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા ઉમા ભારતી અને કલ્યાણ સિંહનું નામ મહેમાનોની યાદીમાં છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત સંઘના દસ લોકોને ભૂમિ પૂજનમાં નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ભૈયાજી જોષી, દત્તાત્રેય હોલબોલે, કૃષ્ણ ગોપાલ, અનિલ ઓક, નાગપુરથી વિમલ અને લખનૌથી ક્ષેત્ર પ્રચારક અનિલ કુમારને પણ બોલાવવામાં આવ્યા છે. વિએચપીના આલોક કુમાર, દિનેશ ચંદ્ર અને મિલિંદ સહિત 6 લોકોને બોલાવવામાં આવ્યા છે.