ગ્રહોની ગતિમાં ફેરફાર:આજે સાંજે 4.15 વાગ્યે મકર રાશિમાં શુક્ર-શનિની યુતિ બનશે

December 29, 2022

આજે સાંજે લગભગ 4.15 વાગ્યે ધન, સંપત્તિ અને સુખનો કારક ગ્રહ શુક્ર ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિમાં આવીને શુક્ર ગ્રહની શનિદેવ સાથે યુતિ બનાવશે. આ બે ગ્રહોની યુતિ 22 જાન્યુઆરી સુધી રહેશે. શુક્ર અને શનિ એકબીજા સાથે મિત્રતાનો ભાવ રાખે છે. એટલે મોટાભાગના લોકો ઉપર આ યુતિનો શુભ પ્રભાવ વધશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શનિને ન્યાયનો કારક, કર્મફળદાતા, કળિયુગનો દંડાધિકારી જણાવવામાં આવે છે. શનિ એક ન્યાય પ્રિય ગ્રહ છે, જેને નિયમ અને અનુશાસન વધારે પ્રિય છે. શનિ કઠોર પરિશ્રમનો પણ કારક ગ્રહ છે.

શનિદેવને મકર અને કુંભ રાશિના સ્વામી કહેવામાં આવે છે. ત્યાં જ તુલા તેની ઉચ્ચ રાશિ છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. જ્યોતિષ ગણના પ્રમાણે શનિ અને શુક્રની જલ્દી જ યુતિ બનવા જઈ રહી છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે શનિ અને શુક્ર બંને એકબીજાના મિત્ર છે. શનિને વાયુ તત્વ પ્રધાન ગ્રહ માનવામાં આવે છે ત્યાં જ, તુલા રાશિ પણ વાયુ પ્રધાન રાશિ છે.

મહિલાઓ માટે શુક્ર-શનિની યુતિ ખાસ ફાયદો આપી શકે છે. તેનાથી તેમને અનેક પ્રકારનો ફાયદો થશે. શુક્ર વિલાસિતાનો સ્વામી અને શનિ જમીન, મશીનનો કારક ગ્રહ છે. બંનેનો મકર રાશિ યોગ હોવાથી બજારમાં રોનક વધશે. જેનો ફાયદો બધી રાશિના જાતકોને મળશે. શુક્રના રાશિ પરિવર્તનથી અશુભ ફળ ઘટી શકે છે. આ સિવાય મનોરંજન ક્ષેત્રમાં પણ કલાકારો અને ફિલ્મ બિઝનેસને મોટો ફાયદો થવાના યોગ છે.