કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ગામીની બચ્ચાનું સારવાર દરમિયાન મોત

August 06, 2024

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર માદા ચિત્તા ગામીનીના બચ્ચાનું સારવાર દરમિયાન મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચાંને ફ્રેક્ચર થયું છે જેના કારણે તેની સારવાર કરવામાં આવી રહી હતી પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં તેને બચ્ચાંને બચાવી શકાયો ન હતો. સોમવારે બચ્ચાનું મોત થયું હતું. કુનો નેશનલ પાર્કના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

10 માર્ચે કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ગામિનીએ બચ્ચાંને જન્મ આપ્યો હતો. બચ્ચાના જન્મ બાદ 4 જૂને ભારે ગરમીના કારણે એક બચ્ચાનું મોત થયું હતું. હવે બીજા બચ્ચાંનું મોત થયું છે. કુનો નેશનલ પાર્કની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 12 ચિત્તાના મોત થયા છે. જેમાં સાત ચિત્તા અને 5 બચ્ચાંનો સમાવેશ થાય છે.