MSU PETની એક્ઝામ માટે કેમીકલ સાયન્સ વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

August 08, 2022

MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં આજે PET - પ્રિલિમનરી એલીબીલીટી ટેસ્ટ યોજાઈ હતી. જેમાં નોંધાયેલાં કુલ 1151 વિદ્યાર્થીનીમાંથી 965 વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતાં. આમ 80 ટકા ઉપરાંત વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી.

એમ એસ યુનિવર્સિટીમાંથી વિવિધ વિષયોમાં Ph. D એટલે કે શોધ-સંશોધન કરવા માટે PETની એક્ઝામ ક્લીયર કરવું જરૂરી છે. વિવિધ 44 વિષયના વિદ્યાર્થીઓ માટે નામ યોજાઈ હતી. PET માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે માસ્ટર્સ ડીગીમાં પપ ટકા કે તેથી વધુ ટકાવારી નિયત કરાઈ છે.

વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવે સાયન્સ ફેકલ્ટીના કેન્દ્ર ખાતે પહોંચી જઈ ટેસ્ટની કાર્યવાહી માટેની સમીક્ષા કરી હતી. PET માટે કેમિકલ સાયન્સ વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ ઉપરાંત લાઈફ સાયન્સ, કોમર્સ, ફીઝીકલ સાયન્સ, અને મેથેમેટીકલ સાયન્સ, હોમ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને મેનેઝમેન્ટ વિષયમાં વિદ્યાર્થીઓનો ધસારો હતો.