IPL-2021ની ફાઈનલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી

October 16, 2021

નવી દિલ્હી: આઈપીએલ 2021ની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ટ્રોફી જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાનુ ઈનામ મળ્યુ છે. જ્યારે ફાઈનલ હારનાર કેકેઆરને 12.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. આ પહેલા ચેન્નાઈ 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની ચુકયુ છે. આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર સીએસકેના બેટસમેન રૂતુરાજ ગાયકવાડને 10 લાખ રૂપિયાનુ ઈનામ અપાયુ છે. તેણે આ ટુર્નામેન્ટમાં 635 રન બનાવ્યા હતા. જ્યારે તેના જ સાથી બેટસમેન ફાફ ડુપ્લેસિસ 633 રન બનાવીને બીજા સ્થાને રહ્યો છે.
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત, કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત અને સનરાઈઝર હૈદ્રાબાદ, ડેક્કન ચાર્જર્સ અને રાજસ્થાન રોયલ્સ એક-એક વખત આઈપીએલ જીતી ચુકી છે. કેપ્ટન તરીકે કદાચ એમ એસ ધોનીના આ છેલ્લી આઈપીએલ ટુર્નામેન્ટ હતી અને આઈપીએલ ટ્રોફી જીતવાના કારણે તેના માટે આ ટુર્નામેન્ટ યાદગાર સાબિત થઈ છે.