છત્તીસગઢ: રાયપુર સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનમાં બ્લાસ્ટ, CRPF ના 4 જવાનો ઘાયલ

October 16, 2021

રાયપુર રેલવે સ્ટેશન પર CRPF સ્પેશિયલ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર જવાન ઘાયલ થયા હતા. રાયપુર પોલીસે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર સીઆરપીએફ સ્પેશિયલ ટ્રેનના ફ્લોર પર ઇગ્નીટર સેટ ધરાવતું બોક્સ પડી જતાં વિસ્ફોટમાં ચાર સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત ડિટોનેટર બોક્સમાં વિસ્ફોટને કારણે થયો હતો.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ ઘટના સવારે 6.30 વાગ્યે બની જ્યારે ઝારસુગુડાથી જમ્મુ તાવી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી. એક CRPF જવાન (એક હેડ કોન્સ્ટેબલ) ને રાયપુરની નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.