શિમલા મરચાનું રાયતું

May 28, 2022

સામગ્રી

  • 1 કપ લીલા શિમલા મરચા સુધારેલા
  • 1 કપ દહીં
  • 3/4 કપ નારિયેળ
  • 2 ચમચી જીરું
  • 1 નાની ચમચી સફેદ સરસિયાના બીજ
  • 1 નાની ચમચી સૂરજમુખીનું તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 9-10 લીમડાના પાન
  • 3 નંગ લીલા મરચા
  • જરૂર પ્રમાણે કોથમીર
  • 1 ચપટી હિંગ

બનાવવાની રીત

એક મિક્સર જારમાં પહેલાથી છીણેલું નારિયેળ, જીરું, સરસિયાના બીજ, લીલા મરચા અને હિંગ લો અને તેની એક પેસ્ટ બનાવી લો. હવે એક પેન લો અને તેમાં તેલ ઉમેરો, તેને સારી રીતે ગરમ કરો અને તેમાં હીંગ, સરસિયાના બીજ, જીરું ઉમેરો અને વઘાર કરો. તેમાં લીમડાના પાન અને કેપ્સીકમ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. તેમાં ઉપરથી મીઠું ઉમેરો અને 4-5 મિનિટ સુધી ચઢવા દો. જ્યાં સુધી શિમલા મરચા ચઢી જાય ત્યાં સુધી તેને રહેવા દો.

હવે એક પેનમાં તૈયાર કરેલી પેસ્ટ મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરો. તમારી ઈચ્છા અનુસાર તેમાં મીઠું ઉમેરો અને સાથે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને થોડી વાર સુધી ચઢવા દો. પેનને ગેસ પરથી ઉતારી લો, તેને રૂમ ટેમ્પ્રેચરમાં ઠંડું થવા દો. જ્યારે તે ઠંડું થાય ત્યારે તેને સર્વિંગ બાઉલમાં કાઢો અને તેમાં ઉપરથી દહીં મિક્સ કરીને સારી રીતે હલાવો. આટલું કરવાથી તમારું સ્વાદિષ્ટ કેપ્સીકમ રાયતું તૈયાર થઈ જશે. તમે તમારી ઈચ્છા અનુસાર તેને બિરયાની, પુલાવ અને ભાત સાથે પીરસી શકો છો.