બલોચ વિદ્રોહીઓથી ડરીને ચીને ગ્વાદરને પડતું મુકી કરાચી પોર્ટ પસંદ કર્યું

October 11, 2021

કરાચી : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલોચ વિદ્રોહીઓના ડરને પગલે હવે પાકિસ્તાન અને ચીને ગ્વાદર પોર્ટને પાકિસ્તાન-ચાઇના આિર્થક કોરિડોર યોજનાનું કેન્દ્ર બનાવવાના નિર્ણયને પડતો મુક્યો છે. ચીન અને પાકિસ્તાનની આ યોજના બલોચિસ્તાનના વિદ્રોહીઓના નિશાના પર છે અને હુમલા પણ વધી રહ્યા છે. ચીનની સીપીઆઇસી યોજના તેના બેલ્ડ એંડ રોડની યોજનાનો હિસ્સો છે. હાલમાં જ પાકિસ્તાન અને ચીન વચ્ચે કરાચી પોર્ટને ડેવલપ કરવાની યોજના પર સહમતી બની હતી. કરાચી શહેર સિંધ પ્રાંતની રાજધાની અને પાકિસ્તાનના આિર્થક વિકાસનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. જાપાની અખબાર નિક્કેઇના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી જારી માહિતી અનુસાર ચીન આશરે સાડા ત્રણ અબજ ડોલર આ યોજના પાછળ ખર્ચ કરવા જઇ રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ આ અહેવાલોની ખાતરી કરી હતી. કરાચી પોર્ટની આ યોજના અંતર્ગત પોર્ટનો વિકાસ કરવો, માછીમારી માટે અન્ય પોર્ટને વિકસીત કરવા અને 640 હેક્ટરના વિસ્તારમાં વેપાર ઝોનની સૃથાપના કરવી વગેરે સમાવેશ થાય છે.
જેમાં એક પુલ પણ બનાવવામાં આવશે જે કરાચી પોર્ટને મનોરા દ્વીપની સાથે જોડશે. વોશિંગ્ટનમાં દક્ષિણ એશિયા મામલાઓના નિષ્ણાત મલિક સિરાજ અકબરનું માનવુ છે કે કરાચીમાં કાયદો વ્યવસૃથાની સાથે ઇન્ફ્રા. પણ સારૂ હોવાથી ચીન તેમાં રસ લઇ રહ્યું છે. એટલે કે અગાઉ ચીનની નજર ગ્વાદર પોર્ટ પર હતી પણ તેને પડતુ મુકીને ચીન હવે કરાચી પર વધુ ધ્યાન આપી રહ્યું છે.