ચીન હવે નેપાળ સાથે મળીને માસ્ટર પ્લાન બનાવી રહ્યું છે

July 29, 2020

ભારત સાથે ચાલી રહેલા સરહદ તણાવની વચ્ચે ચીને નેપાળમાં 30 કરોડ ડૉલરની રેલ પરિયોજના પર કામ શરૂ કર્યું છે. રણનીતિ તરીકે મહત્વની આ રેલવે લાઇન લ્હાસાથી કાઠમાંડૂ સુધી જશે અને પછી ભારત-નેપાળ સરહદની નજીક લુમ્બિનીથી પણ આને જોડવામાં આવશે. ચીનનાં મીડિયાએ રેલવે પ્રોજેક્ટનાં સર્વેની તસવીરો જાહેર કરી છે. તસવીરોમાં એક ટીમ કૉરિડોર સાઇટનું નિરીક્ષણ કરતી જોવા મળી રહી છે. આવા સમયે જ્યારે નેપાળ અને ભારતની વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. ચીન પોતાની યોજનાઓ દ્વારા નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા ઇચ્છે છે. સોમવારનાં ચીને પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાનની સાથે વર્ચુઅલ બેઠક કરીને કોરોના મહામારી અને બેલ્ટ એન્ડ રૉડ પરિયોજના પર સહયોગ વધારવા પર ચર્ચા કરી. ચીન-નેપાળની વચ્ચે રેલવે લાઇનની યોજના 2008માં બની હતી, પરંતુ ત્યારથી આમાં કોઈ વધારે પ્રગતિ નથી થઈ. જો કે નેપાળ-ભારતની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે ચીને કોરિડોર પર કામ ઝડપી કર્યું છે. આ મહાત્વાકાંક્ષી યોજનાની ડેડલાઇન 2025 છે. જો કે આ મોટી યોજનાની અંદાજિત રકમને લઇને ચિંતાઓ વધતી જઇ રહી છે, કેમકે અત્યારે આની કિંમત 30 કરોડ ડૉલરથી વધારે પહોંચી ચુકી છે. આ યોજનામાં સુરંગ અને પુલ બનાવામાં આવશે, જેનાં કારણે આ ઘણું જટિલ કામ છે.