લદ્દાખમાં ભારતીય સેનાના પરાક્રમથી ફફડી ઉઠ્યું ચીન, બેઠકમાં ભારત સમક્ષ કરી આ માંગણી

September 22, 2020

લદ્દાખમાં ચાલી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે છઠ્ઠીવાર કોર્પ્સ લેવલની બેઠક યોજાઈ હતી. ચીન ભારતની આક્રમક કાર્યવાહી અને સૈન્ય વિકલ્પને લઈને ફફડી ઉઠ્યું છે. બેઠકમાં ચીને રીતસરના કરગરતા ભારતને આજીજી કરી છે કે, તે 29 ઓગષ્ટ બાદ પેંગોગ ત્સોના દક્ષિણ કિનારે લીધેલી પોતાની પોઝિશનથી પાછળ હટે.

જોકે ભારતે પણ ડ્રેગનને રોકડી પરખાવતા કહ્યું હતું કે, પહેલા ચીન પૂર્વી લદ્દાખ વિસ્તારમાં એપ્ર્રિલ-મે 2020ની નિર્ધારિત પહેલાની સ્થિતિમાં પાછું ફરે. જ્યારે ચીન ઈચ્છે છે કે, ભારત પેંગોગ ત્સોના દક્ષિણ કિનારે લિધેલી પોઝિશનથી પાછુ હટે.

દક્ષિણી તટ ભારત માટે ખુબ જ મહત્વનો

પેંગોગ ત્સોનો દક્ષિણ કિનારો ભારત માટે સૌથી વધારે મહત્વનો માનવામાં આવે છે કારણ કે, અહીં ભારતીય સેનાએ પોતાનો કબજો જમાવી લીધો છે. હંમેશાથી અહીં ભારતીય સેનાની હાજરી ઘણી વધારે રહે છે. જ્યારે સરોવરના ઉત્તરી ભાગમાં ભારતીય સૈનિકો માત્ર પેટ્રોલિંગ જ કરે છે.

 


આ જ કારણ છે કે, ચીન તરફથી વાતચીત દરમિયાન ચીન અહીંથી ભારતીય સૈનિકોને હટવાની માંગણી કરી રહ્યું છે. દક્ષિણ ભાગ ચુશૂલ અને રેઝાંગ લાની નજીક આવેલો છે. ચુશૂલ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણા સપાતી મેદાન છે જેનો ઉપયોગ હુમલો કરવા માટે લોંચ પેડ તરીકે કરવામાં આવી શકે છે કારણ કે આ ખુબ જ સલામત જગ્યા છે જે સૈન્ય ગતિવિધિઓ માટે મહત્વની માનવામાં આવે છે.

1962ના યુદ્ધ દરમિયાન ચીને પેંગોગ ત્સોના ઉત્તર અને દક્ષિણ એમ બંને ભાગનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કર્યો હતો.  માટે ભારતે પરાજય વેઠવો પડ્યો હતો. જ્યારે વર્તમાનમા અહીં ભારતની સ્થિતિ ઘણી મજબુત છે.

ગઈ કાલે સોમવારે ભારત અને ચીની સેનાના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક 13 કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં ભારતે આક્રમક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે, ચીન તમામ વિવાદીત પોઈન્ટ પરથી તુરંત જ પાછળ હટે. સૈન્ય પાછુ ખસેડવાની શરૂઆત પણ ચીને જ કરવી પડશે કારણ કે વિવાદ પણ ચીને જ વધાર્યો છે.