ચીને ટાપુ પર કબજો જમાવતા, ફિલિપાઇન્સનાં વિદેશ પ્રધાને રીતસરની ગાળ ચોપડાવી

May 03, 2021

ફિલિપાઇન્સનાં પ્રમુખ દુર્તેતે પણ કહ્યું ચીન સાથે હવે માત્ર યુધ્ધનો વિકલ્પ જ બચ્યો છે


મનીલા- ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે તંગદીલી વધી રહી છે, ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિુપાઇન્સનાં એક ટાપું પર કબજો કરતા બંને દેશો વચ્ચે પરિસ્થિતી ગંભીર બની છે, ફિલિપાઇન્સનાં વિદેશ પ્રધાન ટેડી લોક્સિન જુનિયરે તો રાજકીય શિષ્ટાચારને કોરાણે મુકીને ચીનને સીધી ગાળ દીધી છે, તો ફિલિપાઇન્સનાં પ્રમુખ રોડ્રિગો દુર્તેતે પણ ચીન સાથે હવે એક માત્ર યુધ્ધનો વિકલ્પ જ બચ્યો હોવાનું કહ્યું છે. ફિલિપાઇન્સે ચીનને આ ટાપું તાત્કાલિક ખાલી કરી દેવાની વિનંતી  કરી છે, પરંતુ ચીનનાં કોસ્ટગાર્ડનાં જહાજો ફિલિપાઇનેસને હેરાન કરી રહ્યા છે, અને ચીન પર તે વિનંતીની કોઇ અસર થતી જોવા મળતી નથી.


ચીન તેને દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા સ્પ્રૈટલી ટાપુ સુમહને વ્હિટ્સન રીફનો એક ભાગ માને છે, જુલિના ફેલિપ રીફ પર કબ્જા માટે ફિલિપાઇન્સની નેવીએ ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ તેને ચીનનાં નૌકાદળે ત્યાથી ભગાડી દીધા છે.