ચીન-USA આમને સામને, બે દેશે ડ્રેગનને જાહેર કર્યું સમર્થન

August 03, 2022

તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને સામને જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચીનનો તાઈવાન અને અમેરિકા સાથે ગતિરોધ ચાલી રહ્યો હતો પરંતુ બુધવારે અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા યુદ્ધની આશંકા વધારી દીધી છે. બંને દેશ એકબીજાને ધમકાવી રહ્યા છે. હવે દુનિયાના અન્ય દેશો વચ્ચે સવાલ એ છે કે જો યુદ્ધ થાય તો તેઓ કોની સાથે જાય. એકબાજુ શક્તિશાળી ચીન છે તો બીજી બાજુ દુનિયાનો સુપરપાવર દેશ અમેરિકા છે. હજુ યુદ્ધ  શરૂ પણ નથી થયું ત્યાં તો કેટલાક દેશ એવા પણ છે જેમણે ચીનને સમર્થન જાહેર કરી દીધુ છે. 
આ દેશોએ જાહેર કર્યો ચીનને સપોર્ટ
બે દેશ એવા છે જેમણે સૌથી પહેલા ચીનને સમર્થન જાહેર કર્યું છે. રશિયાએ સૌથી પહેલા ચીનને સમર્થન જાહેર કરી દીધુ. જેની આશા પણ હતી. વાત જાણે એમ છે કે લાંબા સમયથી રશિયા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અમેરિકા અને નાટોની દખલગીરીના કારણે જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. હવે રશિયા અમેરિકાની વિરુદ્ધમાં છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધ લગાવ્યા પરંતુ પુતિન ઝૂકવા માટે તૈયાર નથી. એવામાં રશિયા અમેરિકાની વિરુદ્ધમાં હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત યુક્રેન સાથે યુદ્ધ સમયે દુનિયાના મોટાભાગના દેશ રશિયાની વિરુદ્ધમાં હતા ત્યારે ચીને તેનું સમર્થન કર્યું હતું. આવામાં રશિયા મિત્રતા નીભાવવા ઈચ્છે અને આ બહાને તેને અમેરિકાને ઘેરવાની તક પણ મળી જો દેશ પાકિસ્તાન છે જેણે ચીનને સપોર્ટ જાહેર કર્યો. તેણે ખુબ સમજીવિચારીને આ ચાલ ચલી છે. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધ ખરાબ થઈ ચૂક્યા છે અને તેની ગાડી પાટા પર આવતી જોવા મળી રહી નથી. ચીન તેનો ગાઢ મિત્ર છે. આવામાં તે ચીનની વિરુદ્ધમાં જશે નહીં. આ ઉપરાંત પાકિસ્તાન પર ચીનનું ઘણું કરજ પણ છે.