ચીનને 27 વર્ષ સુધી ગેસ આપશે કતાર, નેચરલ ગેસ સપ્લાય ડીલની જાહેરાત

November 22, 2022

કતાર એનર્જીએ સોમવારે ચીન સાથે 27 વર્ષના નેચરલ ગેસ સપ્લાય ડીલની જાહેરાત કરી હતી. તેને વિશ્વની સૌથી લાંબી ગેસ સપ્લાય સમજૂતી તરીકે વર્ણવવામાં આવી છે. આ સોદો એશિયાના સૌથી મોટા ગેસ સપ્લાયર અને ગેસ આયાતકાર વચ્ચે એવા સમયે થાય છે જ્યારે યુક્રેનમાં યુદ્ધને કારણે રશિયાના ગેસ સપ્લાય પર નિર્ભર યુરોપીયન દેશો ગેસના વૈકલ્પિક સ્ત્રોતો માટે ઝઝૂમી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એએફપીના એક સમાચાર અનુસાર, કતારની રાજ્ય ઊર્જા કંપની QatarEnergy તેના નવા નોર્થ ફિલ્ડ ઈસ્ટ પ્રોજેક્ટમાંથી ચાઈના પેટ્રોલિયમ એન્ડ કેમિકલ કોર્પોરેશન (સિનોપેક)ને વાર્ષિક ચાર મિલિયન ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ મોકલશે.

કતારના ઉર્જા મંત્રી અને કતાર એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ સાદ શેરીદા અલ-કાબીએ જણાવ્યું હતું કે આ ડીલ LNG ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી લાંબો ગેસ સપ્લાય કરાર છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની આગેવાની હેઠળના એશિયન દેશો કતારના ગેસના મુખ્ય બજારો છે. જેની માંગ યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુરોપિયન દેશો દ્વારા કરવામાં આવી રહી છે.