ચીન નવેમ્બર સુધી કોરોના વેક્સિન માર્કેટમાં મુકશે

September 16, 2020

બેઈજિંગ: ચીનમાં બનાવવામાં આવેલી કોરોનાની વેકિસન નવેમ્બર સુધીમાં  બજારમાં આવી જશે. ચીનનાં સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઝ્રડ્ઢઝ્ર) એ જણાવ્યું હતું કે, ચીનમાં ૪ વેક્સિન પરીક્ષણનાં તેનાં ત્રીજા તબક્કામાં છે. જેમાંથી ૩ વેક્સિન જુલાઈમાં આવશ્યક કામદારોને આપવાનું શરૂ કરાયું હતું. ચીન દ્વારા ત્રણ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે જેમાં ત્રણ વેક્સિન ચાઈના નેશનલ ફાર્મા ગ્રૂપ સાઈનોફાર્મ તેમજ સાઈનોવેક બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. ચોથી વેક્સિન કેનસાઈનો બાયોલોજિક્સ દ્વારા તૈયાર કરાઈ છે જેને આર્મીમાં ઉપયોગ માટે જૂનમાં મંજૂરી અપાઈ છે. 
રશિયા દ્વારા ત્રીજી હ્યુમન ટ્રાયલ વિના તેની રસી માર્કેટમાં મૂકવામાં આવી છે ત્યારે ૧૫થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા તેનાં ડેટાની આલોચના રજૂ કરવામાં આવી છે. પાંચ દેશનાં ૧૫ વૈજ્ઞાનિકોએ આ અંગે લેન્સેટને પત્ર લખ્યો છે. જેને કારણે ફરી એકવાર રશિયાની વેક્સિનની વિશ્વસનીયતા સામે સવાલો સર્જાયા છે. વેકિસનની સુરક્ષા અને અસરકારકતા સામે આ ગ્રૂપ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.