ચીનને ઝાટકો, ફિલિપાઈન્સ ભારત પાસેથી 37 કરોડ ડોલરના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

January 14, 2022

બીજિંગ- સાઉથ ચાઈના સીમાં બીજા દેશો સામે દાદાગીરી કરી રહેલા ચીનને ભારતે મોટો ઝાટકો આપ્યો છે. આ વિસ્તારમાં ચીનની દાદાગીરીનો સામનો કરી રહેલા ફિલિપાઈન્સે ભારત પાસે દુનિયાની સૌથી ઝડપી સુપર સોનિક અને એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ ખરીદવાનુ નક્કી કર્યુ છે. ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે ફિલિપાઈન્સના સંરક્ષણ વિભાગ દ્વારા આ માટે બ્રહમોસ બનાવતી કંપનીના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.


બ્રહ્મોસ મિસાઈલનો આ પહેલો વિદેશી ઓર્ડર છે.37 કરોડ ડોલરમાં આ સોદો થયો છે.સૌથી મહત્વની વાત એ છે કે, ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે બનાવાતા બ્રહ્મોસ મિસાઈલ પર ભારતે ભરોસો દાખવ્યો છે.આ મિસાઈલ પ્રતિ કલાક 4321 કિમી ઝડપે દુશ્મનના લક્ષ્યાંક પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.
ચીનને તેના કારણે મોટા ઝાટકો લાગશે.કારણકે ફિલિપાઈન્સની ક્ષમતા વધશે અને ચીનના જહાજો માટે બ્રહ્મોસ મિસાઈલ મોટો ખતરો ઉભો કરશે.આ મિસાઈલને ફિલિપાઈન્સ દરિયા કિનારા પર તૈનાત કરી શકે છે.