ચીનનો FDI પ્રવાહ ભારતને સપ્લાય ચેનમાં ભાગીદારી વધારવા મદદ કરી શકે : આર્થિક સર્વેક્ષણમાં મહત્વની નોંધ

July 23, 2024

ભારત ગ્લોબલ સપ્લાય ચેનમાં તેની ભાગીદારીને વધુ વ્યાપક બનાવવા માંગે છે. આ માટે પૂર્વ એશિયાના દેશોની ઇકોનોમીની સફળતા અને રણનીતિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ માટે ખાસ કરીને બે પ્રકારની રણનીતિને મહત્ત્વ અપાયું છે. એક તો વેપારનો ખર્ચ ઘટાડવો અને બીજું વિદેશી રોકાણને વધુ સરળ બનાવવું. ભારત પાસે ચીન પ્લસ વન રણનીતિનો લાભ ઉઠાવવા બે વિકલ્પ છે. જેમાં ચીનની સપ્લાય ચેનમાં જોડાવાનો અથવા ચીનમાંથી એફડીઆઈ વધારવાનો વિકલ્પ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે આ માટે અમેરિકામાં જો નિકાસ વધારવી હોય તો તેની સામે ચીનમાંથી એફડીઆઈ વધારવા પર ભાર મૂકવો જોઈએ. વેપાર પર નિર્ભર રહેવાને બદલે એફડીઆઈ વધારવું વધારે લાભકારી બની શકે છે. આનું એક કારણ એ છે કે ચીન ભારતનો મુખ્ય આયાત ભાગીદાર દેશ છે. બીજી બાજુ ચીને સાથેની વેપાર ખાધ વધી રહી છે.

અમેરિકા અને યુરોપના દેશો તેના તત્કાળ સોર્સિંગથી ચીનને દૂર કરી રહ્યા છે. આથી ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ વધારીને અન્ય બજારોમાં નિકાસ કરવાને બદલે જો ચીનથી આયાત કરીને તેને લઘુતમ મૂલ્ય સાથે જોડીને ફરીથી નિકાસ કરવામાં આવે તો તે સલાહભર્યું છે. હાલ ચીનથી FDI આવકારવા સરકારની મંજૂરી લેવી જરૂરી છે.